Mumbai Rains:મુંબઈમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, મુખ્યપ્રધાન ઠાકરેએ સ્થિતિની કરી સમીક્ષા

19 July, 2021 02:05 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી શકે છે શહેરમાં હજી પાંચ દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે.

મુંબઈમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ તસવીર: PTI

એક તો કોરોનાનો કહેર અને બીજી બાજુ  વરસાદનો. મુંબઈમાં ફરી વરસાદે કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. તો  બીજી બાજુ જનજીવન પણ ખોરવાયું છે. શહેરીજનોને કેટલીય મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે કોંકણ રેલવે સેવા ખોરવાઈ છે.  તો કસારા ઘાટ જેવા વિસ્તારમાં બત્તી ગુલ થઈ છે. આગામી પાંચ દિવસ માટે મુંબઈ અને કોંકણ દરિયાકાંઠે ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ પ્રતિ કલાક 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 જુલાઇએ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

ભારે વરસાદને કારણે થાણે, વિક્રોલી, ભંડુપ, કંજુરમર્ગ અને ચુનાભટ્ટી વચ્ચે લોકલ ટ્રેન સેવા ખોરવાઈ હતી. સેન્ટ્રલ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉપનગરીય સેવાઓ વરસાદને કારણે મોડી ચાલી રહી છે. રવિવારથી પડેલા આકરા વરસાદથી રાહત ન મળતાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભટસા નદી સોમવારે સવારે ઓવરફ્લો થતાં થાણેના લોકોની હાલાકીમાં વધારો થયો છે. પૂરના પાણીની સાથે નદીની આજુબાજુથી ઘાસ અને પાંદડા પણ પર આવી ગયા હતાં. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે તૈયારી કરવા કહ્યું છે. આઇએમડીએ આગામી બે દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે,  મુંબઇ અને કોંકણ દરિયાકાંઠે ઓરેન્જ ચેતવણી જારી કરી હતી.

મુખ્ય પ્રધાન કચેરી (સીએમઓ) એ એક નિવેદનમાં કહ્યું કે, ઠાકરેએ એજન્સીઓને વધુ સજાગ રહેવા નિર્દેશ આપ્યા અને અધિકારીઓને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો અને જર્જરિત ઇમારતો પર નજર રાખવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને શનિવારે ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શનિવારે મુંબઇ અને પડોશી વિસ્તારોમાં રાતોરાત પાણી ફરી વળ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વીજ કંપનીઓએ સાવચેત રહેવું જોઇએ કારણ કે ઘણા રહેણાંક વિસ્તારોની આજુબાજુમાં ઉચ્ચા ટાવર આવેલા છે. મુંબઇમાં ભંડુપ સ્થિત જળ શુદ્ધિકરણ કેન્દ્ર પૂરથી ભરાઈ ગયું હોવાને કારણે ભૂગર્ભ વિસ્તારોને પણ સાફ કરી દેવાનું પણ મુખ્યપ્રધાનને કહેવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોવિડ -19 કેન્દ્રો અને  હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવે અને પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે પગલાં લેવામાં આવે. મુંબઈ નાગરિક વડા ઇકબાલ સિંહ ચહલ, જેમણે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કાર્યકરો અને અધિકારીઓ ચોવીસ કલાક ફરજ પર છે. આગામી પાંચ દિવસ માટે મુંબઈ અને કોંકણ દરિયાકાંઠે ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ પ્રતિ કલાક 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 જુલાઇએ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

 

mumbai mumbai rains mumbai news uddhav thackeray