Covid-19: મુંબઇ પોલીસે 7000 વાહન જપ્ત કર્યા, લોકોએ માથે માછલાં ધોયા

29 June, 2020 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Covid-19: મુંબઇ પોલીસે 7000 વાહન જપ્ત કર્યા, લોકોએ માથે માછલાં ધોયા

મુંબઇ પોલીસની તાજી પોસ્ટ અનુસાર અનલૉકિંગના નિયમોનો ભંગ કરનારાઓ સામે આ રીતે પગલાં લેવાઇ રહ્યા છે.

મુંબઇ પોલીસે ગઇકાલે જ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર કોઇપણ વ્યક્તિ નક્કર કારણ વિના પોતાના રહેઠાણના બે કિલોમિટરથી દૂરના વિસ્તારમાં નહીં જઇ શકે. આ માર્ગદર્શિકા જાહેર કર્યા પછી મુંબઇ પોલીસે લોકોનાં વાહનો જપ્ત કર્યા હતા.અત્યાર સુધીમાં મુંબઇ પોલીસે સાત હજાર વાહનો ઝબ્બે કર્યા છે અને તેવું મુંબઇ પોલીસે ટ્વિટર હેન્ડલ પરથી જાહેર કર્યું છે. મુંબઇ પોલીસની તાજી પોસ્ટ અનુસાર અનલૉકિંગના નિયમોનો ભંગ કરનારાઓ સામે આ રીતે પગલાં લેવાઇ રહ્યા છે.

મુંબઇ પોલીસે ઝોન -1થી ઝોન-12 સહિત પોર્ટ ઝોન અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે કેટલા વાહનો ઝબ્બે કર્યા છે તેનું ગ્રાફિકલ ચિત્ર આપ્યું છે. પોલીસે આ સાથે લખ્યું કે 28મી નવેમ્બરે સાત હજાર લોકોએ નિયમનો ભંગ કર્યો છે. જાણો મુંબઇ પોલીસે શું ગાઇડલાઇન આપી હતી. 

આ પણ વાંચો Covid-19: મુંબઇ પોલીસે આપી નવી ગાઇડલાઇન, ઘરથી બે કિમીનાં અંતરથી બહાર જવાની પાબંદી

 પોલીસે લોકોને અરજ કરી છે કે જવાબદારી પૂર્વક ગાઇડલાઇન્સ અનુસરે જેથી કોરોનાવાઇરસને હરાવી શકાય. પોલીસની ટ્વિટર પોસ્ટને છ હજાર લાઇક્સ મળ્યા છે અને અનેક કોમેન્ટ્સ પણ તેની પર કરાઇ છે.

 

જો કે ઘણાં યૂઝર્સે પોલીસને માથે માછલાં પણ ધોયાં છે કે પાંચ વાગે જાહેરાત કરીને સાડા પાંચ સુધીમાં તેને લાગુ કરવાની અપેક્ષા રાખો તો કેવી રીતે થાય. પોલીસ કર્મીઓની કામગીરીને વખાણાઇ છે એ ખરું પણ સાથે સાથે કેટલાક લોકોએ તેમના નિયમોને અયોગ્ય પણ ગણાવ્યા છે.

mumbai police coronavirus covid19 lockdown