રિલાયન્સના શેરમાં ઉછાળો, 100 અબજ ડોલર નજીક પહોંચી મુકેશ અંબાણીની સંપત્તિ

04 September, 2021 07:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સના શેરમાં ઉછાળો આવવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

મુકેશ અંબાણી

રિલાયન્સના શેરમાં ઉછાળો આવવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં ખાસ્સો વધારો નોંધાયો છે.  રિલાયન્સના શેરમાં મજબૂત ઉછાળાને કારણે એક દિવસમાં અંબાણીની નેટવર્થ 3.71 અબજ ડોલર અથવા લગભગ 27081 કરોડ રૂપિયા વધી છે. એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ 100 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધી તેની નેટવર્થ 15.9 અબજ ડોલર વધી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, હવે તેની પાસે 92.6 અબજ ડોલરની નેટવર્થ છે. વિશ્વના ધનિકોની યાદીમાં તે 12 મા ક્રમે છે.


શેર ઉચ્ચ સ્તર પર પહોંચ્યા
શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 94.60 પોઇન્ટ અથવા 4.12 ટકાના ઉછાળા સાથે 2388.25 પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ મૂડી (માર્કેટ પોઝિશન) 15,14,017.50 કરોડ રૂપિયા છે.


કેમ વધ્યા શેર ?
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ જસ્ટ ડાયલ લિમિટેડનું નિયંત્રણ લીધું છે.  પીઆરવીએલ સેબીના ટેકઓવર ધોરણો અનુસાર એક કંપનીને નિયંત્રિત કરવા માટે આ કંપનીમાં જરૂરી હિસ્સો હસ્તગત કર્યો છે. પીઆરવીએલ જસ્ટ ડાયલમાં 40.98 ટકા હિસ્સો ધરાવે છે. આરઆરવીએલ દ્વારા જારી કરાયેલ એક રિલીઝ મુજબ, 20 જુલાઈ, 2021 ના ​​રોજ આરઆરવીએલે જસ્ટ ડાયલના 1.31 કરોડ શેર હસ્તગત કર્યા હતા જેની 10 રૂપિયાની ફેસ વેલ્યૂ 1020 રૂપિયા પ્રતિ શેર હતી. સ્ટોક એક્સચેન્જની બ્લોક વિન્ડો સુવિધા હેઠળ VSS મણિ સાથે આ સોદો કરવામાં આવ્યો હતો. આ પછી કંપનીના શેરમાં વધારો થયો.

mumbai mumbai news mukesh ambani reliance