Bharat Bandh: મહારાષ્ટ્રમાં ખેડૂતોએ ટ્રેન રોકી, આ રીતે બની ઘટના

08 December, 2020 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bharat Bandh: મહારાષ્ટ્રમાં ખેડૂતોએ ટ્રેન રોકી, આ રીતે બની ઘટના

ખેડૂતોએ બંધના ભાગરૂપે ટ્રેન રોકી

કૃષિ મંડળોના સભ્યોએ મંગળવારે સવારે રેલ રોકોનું આયોજન કર્યું. મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં ભારત બંધના ભાગ રૂપે ખેડૂતોએ પણ નવા ફાર્મર્સ બિલના વિરોધમાં પોતાની રીતે આંદોલનમાં ભાગ લીધો હતો. સ્વાભિમાની શેતકરી ખેડૂત સંગઠને ચેન્નઇ અમદાવાદ જતી નવજીવન એક્સપ્રેસને મલકાપુર સ્ટેશન, બુલધાણા જિલ્લામાં રોકી લઇ ખેડૂતોના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. પોલીસોએ સંગઠનના નેતા રવિકાંત ટુપકર અને તેમના ટેકેદારોને અટકમાં લીધા હતા. તેમને રેલવેના પાટેથી ખસેડાયા હતા.મહારાષ્ટ્રમાં પુના, નવી મુંબઇ, નાસિક, ધુળે, સોલાપુર સહિત તમામ સ્થળના એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી એટલે કે APMC બંધ રખાયા છે. મહારાષ્ટ્ર રોડ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસો જે પ્રમાણે નિયત છે તે પ્રમાણે ચાલશે તેમ રાજ્ય સ્તરે વહીવટ સંભાળનારા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. કાયદો અને વ્યવસસ્થામાં અરાજકતા નહીં હોય ત્યાં સુધી બસિઝની ચાલશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જે ટ્રકર આઉટફિટ્સનું એપેક્સ બૉડી છે તેમણે પણ બંધમાં જોડાવાનો નિર્ણય લઇ મંગળવારે પોતાની કામગીરી અટકાવી દિધી હતી. દૂધ, શાકભાજી જેવી અનિવાર્ય વસ્તુઓને બંધમાંથી બાકાત રખાયા છે તેમ મહારાષ્ટ્ર રાજ્ય ટ્રક ટેમ્પો ટેંકર્સ વાહતુક સંઘના સેક્રેટરી દયા નાટકરે જણાવ્યું હતું.

ટેક્સી યુનિયન લીડર એ એલ ક્વાડ્રોસે કહ્યું કે મુબઇમાં ટેક્સી ચાલુ છે કારણકે આમ પણ વાઇરસને કારણે ધંધા પર ઘેરી અસર પડી છે. મહારાષ્ટ્રનો શાસક પક્ષ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ બંધના સહકારમાં છે અને શિવસેનાના એમ પી સંજય રાઉતે આ બિનરાકીય બંધમાં જોડાઇને ખેડૂતોને ટેકો આપવો જોઇએ. આ જ રીતે ખેડૂતોને મદદ મળી શકશે તેમ તેમનું કહેવું છે.

bharat bandh maharashtra mumbai news haryana punjab