આરેમાં કારશેડ નહીં તો મેટ્રો પણ નહીં

10 September, 2019 07:16 AM IST  |  | પ્રાજક્તા કાસળે

આરેમાં કારશેડ નહીં તો મેટ્રો પણ નહીં

બીએમસીના કમિશનર પ્રવીણ પરદેશી, પર્યાવરણવિદ્ ડી. સ્ટાલિન અને ઝોરુ ભાઠેના સાથે મેટ્રો કારશેડના વિષય પર એસએનડીટી કૉલેજ ખાતે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)નાં ડિરેક્ટર અશ્વિની ભિડે દ્વારા ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં ભિડેએ કહ્યું હતું કે ‘જો કારશેડ નહીં હોય તો મેટ્રો ચાલુ થઈ શકશે નહીં. મેટ્રોનું ૪૭ ટકા કામ પૂરું થઈ ગયું છે ત્યારે વૈકલ્પિક રીતે આગળ કરાયેલી કાંજુર માર્ગની જમીન માટે રાહ જોઈ ન શકાય કારણકે એ અત્યારે કાનૂની વિવાદમાં સપડાઈ છે અને તેનું સ્ટેટ ક્લિયર થાય એ માટે દસ વર્ષની રાહ અમારાથી જોઈ શકાય એમ નથી

આરેમાં કારશેડ બનાવવાનો પ્રસ્તાવ રજૂ થયો ત્યારથી ઍક્ટિવિસ્ટો એનો વિરોધ કરી રહ્યા છે. ૨૯ ઑગસ્ટે બીએમસીની ટ્રી ઑથોરિટીએ ૨૭૦૦ વૃક્ષો કાપવાની અરજી મંજૂર કરી ત્યાર બાદથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે એના પગલે રવિવારે લગભગ ૨૫૦૦ જેટલા ઍક્ટિવિસ્ટો બીએમસી અને એમએમઆરસીએલ વિરુદ્ધ વિરોધ કરવા આરેમાં ભેગા થયા હતા.

બીએમસીના કમિશનર પ્રવીણ પરદેશીએ આ ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે રહેણાંક, સ્કૂલ, હૉસ્પિટલ તેમ જ કમર્શિયલ બાંધકામ માટે શહેરમાં માત્ર ૨૯.૯૯ ટકા જમીન ઉપલબ્ધ છે. કારશેડ માટે મંજૂર કરાયેલી જમીન આરેનો એક નાનોઅમસ્તો ટુકડો છે અને એના પર ઘણું ઘાસ અને વૃક્ષો છે, જે વનનો ભાગ નથી.

આ પણ વાંચો: Mumbai Rains: મુંબઈમાં આગામી 2 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના

ઍક્ટિવિસ્ટ ભાઠેનાએ વૃક્ષોની અગત્ય પર ભાર મૂકતાં એક વૃક્ષની પર્યાવરણીય કિંમત પ્રતિ વર્ષ ૨૩,૦૦૦ રૂપિયા ગણાવતાં કાપવામાં આવનારાં વૃક્ષોની કિંમત રજૂ કરતાં આને પર્યાવરણનું ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન ગણાવીને આરેની જમીન પર રહેણાક સંકુલ બનાવવાની વાત રજૂ કરી હતી. સ્ટાલિને પોતાનો પક્ષ મૂકતાં કહ્યું હતું કે ‘વાહનવ્યવહારના સાધન તરીકે મેટ્રોની આવશ્યકતા અમે સમજી શકીએ છીએ, પણ એ વનનો નાશ કરીને કરવામાં આવે એ અમને માન્ય નથી.

mumbai trains gujarati mid-day