થાણેમાં રસ્તાઓ ખખડધજ બનતાં ચાર એન્જિનિયર્સને કરાયા સસ્પેન્ડ

25 September, 2021 06:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.  શનિવારે શહેરના રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે ફરજમાં બેદરકારી દાખવવાને કારણે ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

થાણે જિલ્લાના મંત્રી એકનાથ શિંદેએ થાણેમાં ખાડાઓથી ભરેલા રસ્તાઓની ચકાસણી કરી હતીઅને રસ્તાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી, જેના એક દિવસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

થાણે મ્યુનિસિપલ કમિશનર ડો.વિપીન શર્માએ જણાવ્યું હતું કે, જુનિયર એન્જિનિયર સંદીપ ગાયકવાડ (લોકમાન્ય-સાવરકર નગર વોર્ડ), કાર્યપાલક એન્જિનિયર પ્રકાશ ખડતરે (વર્તક નગર વોર્ડ), નાયબ ઇજનેર સંદીપ સાવંત (લોકમાન્ય-સાવરકર નગર વોર્ડ) અને કાર્યપાલક ઇજનેર ચેતન પટેલ (ઉતાલસર વોર્ડ) ને સસ્પેન્ડ કર્યા છે.  

ટીએમસીના વધારાના મ્યુનિસિપલ કમિશનર સંજય હેરવાડે દ્વારા સસ્પેન્શનના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આદેશ મુજબ, એન્જિનિયરો રસ્તાઓની યોગ્ય જાળવણી અને રિપેર કામની ગુણવત્તા તપાસવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જે તેમણે કર્યું ન હતું, પરિણામે રસ્તાઓની સમસ્યાઓ ઉભી થઈ અને રસ્તા ખરાબ થયા. 

આદેશમાં જણાવાયું છે કે, રસ્તાનું સમારકામ યોગ્ય બજેટ સાથે મંજૂર કરવામાં આવ્યું હતું, તેમ છતાં કરવામાં આવેલું કામ નબળું હતું અને આ ઇજનેરોએ તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કર્યું ન હતું, તેમ આદેશમાં જણાવાયું છે.

thane mumbai news maharashtra