અમે ભારતને કોરોના સામે લડવામાં મદદ કરવા તૈયાર

01 May, 2021 02:11 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના પ્રમુખ શી જિનપિંગે મોદીને સંદેશામાં કોવિડની ચેપી અને ઘાતક બીજી લહેર વિશે દિલસોજી વ્યક્ત કરી

નરેન્દ્ર મોદી, શી જિનપિંગ

ભારતમાં ગયા વર્ષે કોરોના વાઇરસની પ્રથમ લહેરની સરખામણીમાં અત્યારે બીજી લહેર ખૂબ ચેપી અને ઘાતક જણાઈ રહી છે અને એને કારણે મોટા ભાગના રાજ્યોમાં દરરોજ મોટી સંખ્યામાં કેસો તથા મરણાંક વધી રહ્યા છે.

ગયા વર્ષે કહેવાય છે કે ચીનમાંથી જ કોરોના વાઇરસની શરૂઆત થઈ હતી. અત્યારે ચીનમાં કોવિડ-19ની બીમારી કેટલી ખતરનાક છે એના તો ખાસ કંઈ સમાચાર બહાર નથી આવતા, પરંતુ ચીનના પ્રમુખ શી જિનપિંગે ભારત પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશમાં લખ્યું છે કે અમે ભારતને કોરોના સામેની હાલની લડાઈનો સામનો કરવામાં મદદ કરવા તૈયાર છીએ. તેમણે લખ્યું છે કે ચીન મહામારી-વિરોધી લડતમાં ભારત સાથેનો સહકાર મજબૂત કરવા માગે છે.

coronavirus covid19 international news narendra modi xi jinping