World Earth Day 2024: ગૂગલનાં ડૂડલમાં જૈવ વિવિધતાથી ભર્યા સ્થળોનો રમણીય નજારો, ક્યાંના છે આ એરિયલ વ્યુઝ?

22 April, 2024 12:41 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

World Earth Day 2024: આ વર્ષની થીમ છે ‘પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક’ તો આ થીમને આધારે આજે ગૂગલે પણ પોતાના ડૂડલમાં પરિવર્તન કર્યું છે.

ગૂગલ ડૂડલનો સ્ક્રીન શૉટ

દર વર્ષે 22 એપ્રિલનો દિવસ વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day 2024) તરીકે જગતભરમાં ઉજવવામાં આવે છે. ‘

શા માટે ઉજવાય છે આ દિવસ?

તમને જણાવી દઈએ કે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ એ જ છે કે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય. એટલું જ નહીં આ દિવસે સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. 

ગૂગલે પોતાના ડૂડલમાં શું બતાવ્યું?

દર વર્ષે આ દિવસ (World Earth Day 2024) એક થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક’ તો આ થીમને આધારે આજે ગૂગલે પણ પોતાના ડૂડલમાં પરિવર્તન કર્યું છે. આ વખતે ગૂગલે ડૂડલ દ્વારા ગ્રહનો એરિયલ વ્યૂ દર્શાવ્યો છે.

જો તમે આજનું ગૂગલનું ડૂડલ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વખતે ગૂગલે ડૂડલમાં ગ્રહનો પ્રાકૃતિક નજારો બતાવવામાં આવ્યો છે. તેટલું જ નહીં આજે ડૂડલમાં સમૃદ્ધ જૈવવિવિધતા દર્શાવતા એરિયલ ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે. જે આવનારી ઘણી પેઢીઓ માટે પ્રકૃતિની જાળવણીને મહત્વ આપે છે. આ સિવાય ગૂગલે ડૂડલમાં અલગ-અલગ પ્રકૃતિના દ્રશ્યો દર્શાવતી દરેક તસવીરની વિગતવાર સમજૂતી આપી છે.

ગૂગલ ડૂડલમાં GOOGLE આ વર્ણને આધારે સરસ માહિતી પણ છે. 

G- આ દર્શાવે છે કે ધ ટર્ક્સ અને કેકોસ ટાપુઓ મહત્વપૂર્ણ જૈવવિવિધતા વિસ્તારોનું ઘર છે. અહીં, પ્રયાસો કુદરતી સંસાધનો, ખડકો અને તુર્ક અને કેકોસ ટાપુઓ રોક ઇગુઆના જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

O-  આ પીકચરમાં મેક્સિકોમાં સ્કોર્પિયન રીફ નેશનલ પાર્ક એરેસિફ ડી અલાક્રેન તરીકે ઓળખાય છે તે દર્શાવાયું છે. તે મેક્સિકોના દક્ષિણ અખાતમાં સૌથી મોટી રીફ છે અને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ (World Earth Day 2024) છે.

O-  આ ઓ આકારમાં જે સ્થળ છે તે વત્નાજોકુલ નેશનલ પાર્ક છે. આઇસલેન્ડમાં વત્નાજોકુલ નેશનલ પાર્કની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ યુરોપના સૌથી મોટા ગ્લેશિયર અને તેની આસપાસના ઇકોસિસ્ટમનું રક્ષણ કરે છે,

G- આ બ્રાઝિલનો જી-જાઉ નેશનલ પાર્ક છે. તે પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે જગુઆર, જાયન્ટ ઓટર અને એમેઝોનિયન મેનાટી સહિત અસંખ્ય પ્રજાતિઓનું ઘર માનવામાં આવે છે.

L- એલ આકારમાં નાઇજીરીયામાં ગ્રેટ ગ્રીન વોલ દર્શાવાઈ છે જે આફ્રિકન યુનિયન દ્વારા 2007માં નાઇજીરીયામાં શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ સમગ્ર આફ્રિકામાં વૃક્ષો ઉછેરવાનો (World Earth Day 2024) છે.

E- આ આકારમાં ઑસ્ટ્રેલિયામાં આવેલ ઇ-પિલબારા ટાપુઓ નેચર રિઝર્વ બતાવાયું છે. જે ઑસ્ટ્રેલિયાના 20 પ્રકૃતિ અનામતોમાંનો એક ભાગ છે. આ નાજુક ઇકોસિસ્ટમ્સ અને દરિયાઇ કાચબા, કિનારાના પક્ષીઓ અને દરિયાઇ પક્ષીઓ જેવી ભયંકર પ્રજાતિઓનું રક્ષણ કરે છે.

international news environment united states of america unesco google