08 November, 2026 02:37 PM IST | White House | Gujarati Mid-day Correspondent
વાઇટ હાઉસમાં દિવાળી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં ભારતીય સમુદાયના દિગ્ગજો સાથે દિવાળીની શાનદાર ઉજવણી કરી હતી. ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર કૅશ પટેલ, માઇક્રૉન ટેક્નૉલૉજીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સંજય મેહરોત્રા અને ઇન્ટરનૅશનલ બિઝનેસ મશીન્સ (IBM)ના CEO અરવિંદ ક્રિષ્ના સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દીવો પ્રગટાવીને ઉજવણીની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક અવસરે ઉદ્યોગપતિ વિશાલ ગોંડલે ટ્રમ્પને હનુમાનચાલીસાની પ્રત ભેટમાં આપી હતી. સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરીને તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે મજબૂત મિત્રતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.