ટ્રમ્પે સોશિયલ મીડિયા સમ્મેલનમાં facebook અને twitterની બાદબાકી કરી

09 July, 2019 04:55 PM IST  | 

ટ્રમ્પે સોશિયલ મીડિયા સમ્મેલનમાં facebook અને twitterની બાદબાકી કરી

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે વ્હાઈટ હાઉસમાં સોશિયલ મીડિયા સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમેલ્લનમાં દુનિયાની સૌથી મોટી 2 સોશિયલ મીડિયા કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા આ દાવા સામે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા સમ્મેલન માટે ફેસબુક અને ટ્વિટરને આમંત્રણ આપવામાં આવ્યું નથી આ એક આશ્ચર્ય જનક વાત છે. આ સમ્મેલનનું આયોજન સોશિયલ મીડિયાના મુદ્દાઓ પર વાતચીત માટે નહી પરંતું સોશિયલ મીડિયાને લઈને દક્ષિણપંથીઓની ફરીયાદોના નિવારણ માટે કરાયું હતું.

ટ્ર્મ્પ સહિત રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતા ફેસબુક, ગૂગલ અને ટ્વિટર પર ડેમોક્રેટિક અને ડાબેરી પક્ષોની સાઈડ લેવાનો આરોપ લગાવતા આવ્યા છે. ટ્રમ્પે પાછલા વર્ષે જ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપનીઓ રિપબ્લિકન સાથે ભેદભાવ કરે છે. તેઓ અમારી વાત દબાવવા ઈચ્છે છે જ્યારે બીજા પક્ષ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી અને ટ્રમ્પ સરકાર આમ કરવા દેશે નહી.

આ પણ વાંચો: કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

ઉલ્લેખનીય છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ જેક ડોર્જી સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે તેમના ફોલોઅર્સ ઓછા થવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

facebook donald trump gujarati mid-day