લંડનમાં સાઉથ આફ્રિકન વેરીઅન્ટનો ભય ફેલાતાં ટેસ્ટિંગ વધારાયું

14 April, 2021 09:29 AM IST  |  London | Agency

લંડનમાં કોરોના વાઇરસના સાઉથ આફ્રિકન વેરીઅન્ટનો ભય ફેલાતાં એ શહેરના બે વિસ્તારોમાં સર્જ ટેસ્ટિંગ સિસ્ટમ અપનાવવામાં આવી હોવાનું બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

લંડનમાં કોરોના વાઇરસના સાઉથ આફ્રિકન વેરીઅન્ટનો ભય ફેલાતાં એ શહેરના બે વિસ્તારોમાં સર્જ ટેસ્ટિંગ સિસ્ટમ અપનાવવામાં આવી હોવાનું બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસે જણાવ્યું હતું. લંડનના વૉન્ડ્સવર્થ અને લૅમ્બેથ વિસ્તારોમાં સાઉથ આફ્રિકન વેરીઅન્ટના ૪૪ કન્ફર્મ્ડ અને ૩૦ પ્રોબેબલ કેસિસ મળતાં ત્યાં ટેસ્ટિંગ અને જીનોમિક સીક્વન્સિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું હોવાનું નૅશનલ હેલ્થ સર્વિસના ટેસ્ટ ઍન્ડ ટ્રેસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. સર્જ ટેસ્ટિંગ સિસ્ટમમાં ૧૧ વર્ષથી વધારે ઉંમરના અને દક્ષ‌િણ લંડનમાં રહેતા અને નોકરી-ધંધો કરતા નાગરિકોને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. 

london south africa coronavirus covid19 international news