ઓસ્ટ્રેલિયામાં StopAdani વિરોધીના ઝંડા ફરક્યા,ટુંક સમયમાં યોજાશે ચુંટણી

08 April, 2019 11:44 PM IST  |  મુંબઈ

ઓસ્ટ્રેલિયામાં StopAdani વિરોધીના ઝંડા ફરક્યા,ટુંક સમયમાં યોજાશે ચુંટણી

Stop Adani (PC : Twitter)

ભારતમાં ગુજરાતી ઉઘ્યોગપતિમાં મુકેશ અંબાણી બાદ ગૌતમ અદાણીનું નામ આવે છે. ત્યારે આ અદાણી ગ્રુપને લઇને ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગુજરાત કે ભારતમાં નહી પરંતુ આ સમાચાર ઓસ્ટ્રેલિયામાંથી આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં Stop Adani વિરોધી ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે. ત્યા અદાણી વિરોધી જુથ ઉભું થયું છે જે અદાણીને દેશમાંથી હટાવવાની માંગ કરી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ માંગ એટલી ઉગ્ર બની છે કે તેની અસર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પર પણ પડી રહી છે.

ઓસ્ટ્રેલિયાનો મીડિયા રીપોર્ટ શું કહે છે...
ત્યાના મીડિયામા અહેવાલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સભાની બહાર 100થી વધુ વિરોધીઓ અને નિરાશ્રિતો એકઠા થઈ ગયા હતા અને ક્લાઇમેટ ચેંજને લઈને એલએનપી સરકારની ટીકા કરી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધમાં ટીનેજર પણ શામેલ હતા.

ઓસ્ટ્રેલિયામાં પણ ટુંક સમયમાં ચુંટણી યોજાશે
હાલ, ભારતમાં લોકસભા ચુંટણી 2019 ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની છે. તેવામાં અદાણી સામેનો વિરોધ ઉગ્ર બનતા હાલની સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે. છેલ્લા ઘણા સમયથી અદાણીની કોલ માઇનને લઈને દેશના લોકોએ સરકારી પોલિસીની ટીકા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ વિરોધીઓમાંના એકે કહ્યું કે, પર્યાવરણની અવગણના કરીને આજે આપણે સખત ગરમીનો સામનો કરી રહ્યા છીએ, પૂર આવી રહ્યા છે છતાં પણ સરકાર જાગતી નથી.


ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરોધીઓ વધી રહ્યા છે
મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરુદ્ધનો રોષ ઉગ્ર બની રહ્યો છે અને તેની અસર ત્યાના વડાપ્રધાન પર પડી રહી છે. ટુંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં ચુંટણી આવી રહી છે. જેથી અત્યારની સરકાર માટે આ વિરોધ તકલીફ પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ

ચુંટણીને ધ્યાને રાખી વડાપ્રધાને બિઝનેસ લંચનું કર્યું આયોજન
ચુંટણીને પગલે બ્રિસબેનમાં વેલ્લે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરિસન સાથે એક બિઝનેસ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મહિલાઓ 'સ્ટોપ અદાણી' લખેલા ઝંડા સાથે સ્ટેજ પર આવી ચડી હતી અને અદાણી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી. આ ઘટના બાદ તરત જ સુરક્ષા અધિકારીઓએ તે બંને મહિલાઓને સ્ટેજ પરથી ઉતારી દેવાઈ હતી. આ સાથે 10 લોકોનું એક ગ્રુપ કે જે સ્ટેજની નીચે હતું તેમણે પણ અદાણી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તેઓ બોલી રહ્યા હતા કે 'ક્લાઇમેટ ઇલેક્શન, નો મોર કોલ' (પર્યાવરણની ચૂંટણી, વધુ કોલસો નહીં).

શું છે આઘી ઘટના...?
અદાણી ગ્રુપે થોડા વર્ષો પૂર્વે ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેંડમાં કોલસાની ખાન ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ, આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. અદાણી દ્વારા ક્લાઇમેટને કોઈ નુકસાન નહીં પહોચડવાની ખાતરી અપાયા છતાં પણ તેની સામે વિરોધ ચાલુ છે.


વિરોધ કરનારાઓનું માનવું છે કે, આ પ્રોજેકટના કારણે જમીનનો જળશ્રોત ખતમ થઈ જશે, હવામાનમાં કાર્બનનું પ્રદૂષણ ફેલાશે. આ સાથે જ આ વિસ્તારના સ્થાનિકોની સંસ્કૃતિને ખતમ કરી દેશે. આ બધી બાબતોને કારણે છેલ્લા 4 વર્ષથી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

australia