ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ

અધિરાજસિંહ જાડેજા | અમદાવાદ | Apr 04, 2019, 21:51 IST

ફોર્બ્સ ઇન્ડિયાએ પહેલીવાર અમદાવાદના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમદાવાદના ચાર બિલિયોનર્સનો સમાવેશ થયા છે.

ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ
Photo Credit : Creative Yatra

હાલમાં જ ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને ભારતના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. મહત્વની વાત એ છે કે ફોર્બ્સ ઇન્ડિયાએ પહેલીવાર અમદાવાદના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમદાવાદના ચાર બિલિયોનર્સનો સમાવેશ થયા છે. ભારતભરના બિલિયોનર્સની યાદીમાં નજર કરીએ તો મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર બાદ અમદાવાદ ચોથા ક્રમે આવે છે.


ગુજરાતની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાને
બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો
 8.7 બિલિયન ડોલર્સ એટલે કે 596 અબજની નેટવર્થ ધરાવે છે. તે મુખ્યત્વે પોર્ટથી લઇને ગેસના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારત ભરમાં સફળ બિઝનસ મેનની યાદીમાં ગુજરાતીઓમાં અંબાણી બાદ અદાણી પરીવાર સૌથી સફળ ગણવામાં આવે છે.

નિરમાના ફાઉન્ડર કરશન પટેલ બીજા ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં બીજા નંબર પર નિરમા ગ્રુપના કરશન પટેલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો
 4.7 બિલિયન ડોલર્સ એટલે કે 322 અબજની નેટવર્થ ધરાવે છે. 1969માં કરશનભાઇ પટેલે ફોસ્ફેટ ફ્રી પીળા પાઉડર બનાવાનો ધંધો શરુ કર્યો હતો. જેને તેમણે ખૂબ વિશાળ બનાવ્યો.

ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા ત્રીજા સ્થાને
ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં ત્રીજા નંબર પર ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા આવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો
 4 બિલિયન ડોલર્સ એટલે કે 274 અબજની નેટવર્થ ધરાવે છે. આ ઉદ્યોગની શરુઆત સ્વ. યુ.એન મહેતાએ કરી હતી અને હાલ તેમના પુત્રો સુધીર અને સમીર આ કારોબાર સંભાળે છે.

ઇન્ટાસ ગ્રુપના હસમુખ ચુંડગર ચોથા ક્રમે છે
બિલિયોનરની યાદીમાં અમદાવાદના ઇન્ટાસ કંપનીના હસમુખ ચૂડગર ચોથા નંબરે આવે છે. જેની નેટવર્થ
 247 અબજ છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદ ફાર્મા કંપનીનું હબ છે. ત્યારે એક નાની ફાર્મા કંપની તરીકે શરુઆત થયેલી ઇન્ટાસ ફાર્મા આજે દેશની ટોપ ટેન ફાર્મા કંપનીમાં સ્થાન ધરાવે છે.

ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પાંચમાં ક્રમે
અમદાવાદના બિલિયોનર્સની યાદીમાં પાચમાં સ્થાન પર છે ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલ. રમણભાઇ પટેલના વારસાને ઝાયડસના ચેરમેન પંકજ પટેલે આગળ વધાર્યો. તેમની નેટવર્થ
 247 અબજ એટલે કે 4 બિલિયન ડોલર્સ છે.

આ પણ જુઓ : 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

AIA એન્જીનીયરીંગના ભદ્રેશ શાહ છઠ્ઠા ક્રમે
ત્યાર બાદ બિલિયોનરની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે
 AIA એન્જીન્યરીંગના ભદ્રેશ શાહ. તેમની તેની સંપત્તિની વાત કરીએ તો તે 1.5 બિલિયન ડોલર્સ એટલેકે નેટવર્થ 96 અબજની સંપતી ધરાવે છે. આ કંપની સિમેન્ટમાઇનિંગ અને પાવર જેવી કંપનીઓને રિપ્લેસમેન્ટ પાટર્સ સપ્લાય કરે છે. છેલ્લા 15 વર્ષમાં આ કંપનીએ જબરદસ્ત પ્રગતિ કરી છે.

સિમ્ફની કુલર્સના
MD અચલ બેકરી સાતમાં ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનરની યાદીમાં દેશભરમાં પ્રખ્યાત અમદાવાદના સફળ ગણાતા સિમ્ફની કુલર્સના એમડી અચલ બેકરીનું સ્થાન સાતમાં ક્રમે આવે છે. તેની સંપત્તિની વાત કરીએ તો હાલ તે
 1.3 બિલિયન ડોલર્સ એટલે કે તેમની નેટવર્થ 75 અબજની નેટવર્થ ધરાવે છે.

એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આઠમાં ક્રમે
તો ગુજરાતના અંતિમ એટલે કે આઠમાં ક્રમમાં બિલિયોનર એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આવે છે. હાલ સંદિપ એન્જિનિયરની સંપતીની વાત કરીએ તો 74 અબજની નેટવર્થ ધરાવે છે.
PVC પાઇપ્સના નિર્માણમાં આવ્યા બાદ તેમને હરણફાળ સફળથા મેળવી અને દેશ વિદેશમાં તેમણે પોતાનો બિઝનસ ફેલાવ્યો. જોકે આ પહેલા તે કેમિકલ અને ફાર્માના બિઝનસમાં નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ PVC પાઇપ્સના બિઝનસમાં મોટી સફળતા મેળવી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK