દીકરો મમ્મીને સ્કૂટર પર ભારતભ્રમણ કરાવવા નીકળ્યો

05 June, 2019 09:32 AM IST  | 

દીકરો મમ્મીને સ્કૂટર પર ભારતભ્રમણ કરાવવા નીકળ્યો

૬૭ વર્ષની માને લઈને સ્કૂટર પર ભારતભ્રમણ કરવા નીકળ્યા

કર્ણાટકના મૈસૂર પાસેના વેલ્લુર ગામમાં રહેતા ૪૦ વર્ષના ડી. કૃષ્ણા નામના ભાઈ હાલમાં ૬૭ વર્ષની માને લઈને સ્કૂટર પર ભારતભ્રમણ કરવા નીકળ્યા છે. તે નોકરી માટે બૅન્ગલોર કામ કરતો હતો, જ્યારે તેની મમ્મી વેલ્લુર રહેતી હતી. ચારેક વર્ષ પહેલાં કૃષ્ણાની મમ્મી બૅન્ગલોર આવી ત્યારે તેણે અમસ્તું જ કહ્યું કે આજે તમે અહીંના મોટા મંદિરે દર્શન કરી આવજો. એ વખતે માતાએ કહ્યું કે તારા પપ્પાએ મને વેલ્લુરનું મંદિર પણ નથી બતાવ્યું ત્યાં આ નવું મંદિર શું જોવું? આ સાંભળીને ભાઈસાહેબે ઠાની લીધું કે હવે તો મમ્મીને આખું ભારત દેખાડવું છે.

બે વર્ષ પહેલાં તેણે એક કૉર્પોરેટ કંપનીની નોકરી છોડીને પપ્પાનું જૂનું સ્કૂટર કાઢ્યું અને માની સાથે ભારત ફરવા નીકળી પડ્યો. અત્યાર સુધીમાં તેણે આ સ્કૂટર પર ૩૮,૪૭૫ કિલોમીટરની યાત્રા કરી લીધી છે. આ અઠવાડિયે તે બિહારના ચંપાનગર પાસે પહોંચ્યો હતો અને હવે ત્યાંથી સિલિગુડી જશે. કૃષ્ણાએ લગ્ન નથી કર્યાં અને તેની મમ્મી કુંડારત્નાને સ્કૂટર પર ફેરવે છે. મમ્મી પણ દીકરા સાથે ભારતનાં વિવિધ ગામોમાં જઈને ખુશ છે.

hatke news gujarati mid-day