ફાઇઝર કે એસ્ટ્રાના એક ડોઝથી કોરોના વાઇરસનો ફેલાવો 50 ટકા જેટલો ઘટી શકે

29 April, 2021 01:59 PM IST  |  London | Agency

વિજ્ઞાનીઓ તથા ડૉક્ટરો સહિતના સંશોધકોને એક અભ્યાસ પરથી એવું જણાયું છે કે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાનો કોવિડ-વિરોધી સિંગલ ડોઝ જો વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે તો કોરોના વાઇરસનો ફેલાવો ૫૦ ટકા સુધી ઘટી શકે.

ફાઈલ તસવીર

વિજ્ઞાનીઓ તથા ડૉક્ટરો સહિતના સંશોધકોને એક અભ્યાસ પરથી એવું જણાયું છે કે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાનો કોવિડ-વિરોધી સિંગલ ડોઝ જો વ્યાપક પ્રમાણમાં લેવામાં આવે તો કોરોના વાઇરસનો ફેલાવો ૫૦ ટકા સુધી ઘટી શકે.

આ અભ્યાસ બ્રિટનના પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પી.એચ.ઈ.) નામના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેમણે ફાઇઝર કે ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય અને ત્રણ અઠવાડિયાં બાદ સંક્રમિત થયા હોય તો તેમનો ચેપ રસીનો એકેય ડોઝ ન લીધો હોય એવી વ્યક્તિઓને લાગવાની ૩૮થી ૪૯ ટકા જેટલી ઓછી સંભાવના હોય છે.

અભ્યાસમાં નિષ્ણાતોને એવું પણ જણાયું હતું કે આ બે કંપનીની રસી લીધા બાદ માત્ર ૧૪ દિવસ પછી કોવિડ સામેની પ્રતિકારક શક્તિ શરીરમાં ડેવલપ થઈ હોવાનું નોંધાયું છે. કોઈ પણ વયની વ્યક્તિ કે જેણે આ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તે સિમ્પ્ટમૅટિક પ્રકારના ચેપનો શિકાર બને એવું જોખમ પણ ઓછું હોય છે.

international news coronavirus covid19 london