Video: જ્યારે મળ્યા બે મિત્રો ત્યારે જોવા મળ્યા આવા દ્રશ્યો...

27 August, 2019 08:37 AM IST  |  બાયરિટ્ઝ, ફ્રાંસ

Video: જ્યારે મળ્યા બે મિત્રો ત્યારે જોવા મળ્યા આવા દ્રશ્યો...

જ્યારે મળ્યા બે મિત્રો ત્યારે જોવા મળ્યા આવા દ્રશ્યો...

'આમનું અંગ્રેજી ખૂબ સારું છે, પરંતુ તે વાત નથી કરવા માંગતા...' એક મિત્રએ આવું કહ્યું તો બીજો મિત્ર હસી પડ્યો. બંનેએ ઉષ્માસભર રીતે એકબીજાનો હાથ પકડી લીધો. અને હસી પડ્યા. આ મિત્રોમાંથી એક હતા દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતના વડાપ્રધાન અને બીજા સૌથી જૂના લોકતંત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ.

ફ્રાંસના ખૂબસૂરત શહેર બાયરિટ્ઝમાં સોમવારે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ. યજમાન ફ્રાંસના ખાસ આમંત્રણ પર જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ અહીં અનેક દેશોના પ્રમુખો સાથે મુલાકાત કરી.

ખાસ કરીને મોદી અને ટ્રંપની મુલાકાત પર સૌની નજર હતી. આ મુલાકાત એટલા માટે ખાસ હતી, કારણ કે ગયા મહિને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેનીમુલાકાત દરમિયાન કાશ્મીર મામલે ટ્રંપે નિવેદન આપ્યું હતું. જેથી સ્થિતિ થોડી અવિશ્વાસની બની હતી. જો કે જેવી ફ્રાંસમાં મોદી અને ટ્રંપની મુલાકાત થઈ, ટ્રંપને લઈને જે અવિશ્વાસની છબી હતી તે સાફ થતી દેખાઈ. મુલાકાતમાં બંને નેતા એટલા સહજ હતા જાણે જૂના મિત્રો મળી રહ્યા હોય.

દેખાઈ રહ્યો હતો ફરક
મોદી-ટ્રંપની બેપરવાહ અને સ્મિત સાથેની વાતચીત બાદ ટ્રંપ-ઈમરાનની મુલાકાત સાથે તેની તુલના થવી સ્વાભાવિક છે. ઈમરાન ખાન ટ્રંપને મળવા પહોંચ્યા ત્યારે નર્વસ હતા જ્યારે મોદી આત્મવિશ્વાસથી ભરેલા.

ટ્રંપ અને ઈમરાનની મુલાકાતમાં બંને વચ્ચે ઔપચારિકતા જ દેખાઈ હતી. જ્યારે મોદી અને ટ્રંપ મળ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે જૂના મિત્રો મળ્યા હોય. બંને વચ્ચેની વાતચીતમાં એકબીજા માટે સન્માન પણ જોવા મળી રહ્યું હતું.

આ વાત પર લગાવ્યા ઠહાકા
બંને નેતાઓ એ સમયે હસી પડ્યા જ્યારે ટ્રંપે મોદીના ઈંગ્લિશના વખાણ કર્યા. થયું એવું કે મોદીએ હાજર લોકોને કહ્યું કે, મને લાગે છે કે અમને બંનેને વાત કરવા દો. આજે અમે બંને જ વાત કરીશું. જ્યારે જરૂર પડશે, ત્યારે તમારા સુધી જાણકારી પહોંચાડીશું.


મોદીએ આટલું કહેતા જ ટ્રંપે તેમની વાત કાપતા કહ્યું કે, મોદી ખરેખર સારું અંગ્રેજી બોલે છે. પરંતુ તેઓ બસ વાત નથી કરવા માંગતા. આ વાત પર બંને હસી પડ્યા.

આ પણ જુઓઃ PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

સોશિયલ મીડિયામાં છવાયેલી રહી મુલાકાત
મોદી-ટ્રંપની આ મુલાકાત સોશિયલ મીડિયામાં પણ છવાયેલી રહી. ટ્રંપ-ઈમરાનની મુલાકાત સાથે તેની તુલના થવા લાગી. નેટિઝન્સ જાત જાતની કમેન્ટ્સ પર કરતા જોવા મળ્યા.

narendra modi donald trump france