ગાંધીજીના ત્રણ બંદરોનો જન્મદાતા જાપાનમાં છે

27 June, 2019 09:28 PM IST  |  Osaka

ગાંધીજીના ત્રણ બંદરોનો જન્મદાતા જાપાનમાં છે

જાપાનની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PC : PTI)

Osaka : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે G20 સમીટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. મહત્વનું છે કે જાપાન ભારતનું ખાસ મિત્ર છે તો જાપાનના વડાપ્રધાન શિંજો આબે પણ નરેન્દ્ર મોદીના ખાસ મિત્રોની લિસ્ટમાં સામેલ છે. ત્યારે જાપાનમાં ઓસાકા પહોંચ્યા બાદ વડાપ્રધાને અહીં સૌથી પહેલા જાપાની વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી. આ ઉપરાંત ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કર્યા હતા. શુક્રવારે જી20 સમિટની બેઠક ચાલુ થશે. આ ઉપરાંત તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાનાં છે.

ભારત-જાપાનની મિત્રતા મજબુત
વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2014માં જાપાન-ભારતની મિત્રતા મજબુત કરવાની તક મળી. તે અગાઉ વડાપ્રધાન અટલ બિહારા વાજયેપી અને વડાપ્રધાન યોશિરો મોરીએ મળીને બંને દેશોના સંબંધોને ગ્બોબલ પાર્ટનરશીપનું સ્વરૂપ આપ્યું હતું.



ગાંધીના ત્રણ બંદરોના જન્મદાતા જાપાન
ગાંધીજીનો એક બોધ નાનપણથી આપણે લોકો સાંભળીએ છીએ અને તે છે ખરાબ જોવું નહી, ખરાબ સાંભળવું નહી અને ખરાબ કહેવું નહી. પરંતુ તે બાબતે ઘણા ઓછા લોકો જાણે છે કે ત્રણ વાંદરાઓનાં આ સંદેશ માટે બાપુએ પસંદ કર્યા, તેના જન્મદાતા 70મી સદીમાં જાપાનમાં થઇ ગયા.

ડિજિટલ લિટરેસી વધી રહી છે.
ડિજિટલ લિટરેસી ઝડપથી વધી રહી છે. ડિજિટલ ટ્રાંઝેક્શન રેકોર્ડર સ્તર પર છે, ઇનોવેશન અને ઇન્કયૂબેશન માટે એક ખુબ જ મોટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે. આગામી 5 વર્ષમાં 50 હજાર સ્ટાર્ટઅપ્સને ઇકો સિસ્ટમ ભારતને બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

ડિજિટલ લેવડદેવડ રેકોર્ડ સ્તર પર
દેશમાં ઓનલાઇન ચુકવણી મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં ડિજિટલ લેવડ દેવડ રેકોર્ડ સ્તર પર છે. બીજી તરફ સોશિયલ સેક્ટર તેમની સરકારની પ્રાથમિકતા છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

પ્રભાવી સ્પેસ ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક
ભારતની 130 કરોડની જનતાનાં જીવનને સરળ અને સુરક્ષી બનાવવા માટે સસ્તી અને પ્રભાવી સ્પેસ ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક છે.

ભારત સાથેના સંબંધોમાં જાપાનનું મહત્વનું સ્થાન
વિશ્વની સાથે ભારતના સંબંધોમાં જાપાનનો એક મહત્વનો હિસ્સો છે. આ સંબંધો આજના નહી, સદીઓનાં છે, તેના મુળમાં આત્મીયતા, સદ્ભાવના છે.

narendra modi japan g20 summit