ઇઝરાયલની ચુંટણીમાં પણ મોદી છવાઇ ગયા, બેનરોમાં મોદીના ફોટા જોવા મળ્યા

29 July, 2019 06:59 AM IST  |  Mumbai

ઇઝરાયલની ચુંટણીમાં પણ મોદી છવાઇ ગયા, બેનરોમાં મોદીના ફોટા જોવા મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ

Mumbai : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી છે. ત્યારે મળી રહેલા સમાચાર પ્રમાણે ઇઝરાયલમાં અત્યારે ચુંટણી નજીક હોય ત્યા ચુંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ સમયે ચુંટણીનું એક બેનર સામે આવ્યું હતું. આ બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સાથે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની પણ તસવીર જોવા મળી હતી.


ઇઝરાયલના પત્રકારે મોદી અને નેતન્યાહુ સાથેની તસવીરનો ફોટો પોસ્ટ કર્યા બાદ થયો વાયરલ

ઇઝરાયલનાં પત્રકાર અમીચાઈ સ્ટેને રવિવારનાં આ બેનરની તસવીર પૉસ્ટ કરી. આ બેનર એક બિલ્ડિંગની બહાર લાગેલું જોવા મળી રહ્યું છે. આ પ્રકારનાં બે અન્ય બેનર્સ પણ બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યા છે. આના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નેતન્યાહૂ સાથેની તસવીર છે. આ તસવીરનાં કેપ્શનમાં સ્ટેને લખ્યું, ‘નેતન્યાહૂની ચૂંટણીની જાહેરાત: પુતિન, ટ્રમ્પ અને મોદી.’ ત્યાર બાદ આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

 


ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરના રોજ ચુંટણી યોજાશે

ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરનાં રોજ ચૂંટણી થવા જઇ રહી છે અને આ બેનર્સ દર્શાવી રહ્યા છે કે નેતન્યાહૂ વૈશ્વિક નેતાઓ સાથે ઇઝરાયલનાં સંબંધો સારા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ સૌથી લાંબા સમય સુધી ઇઝરાયલનાં પ્રધાનમંત્રી રહેનારા નેતા બની ગયા છે, પરંતુ તેમને મેમાં આવેલી ચૂંટણીમાં સારી ટક્કર મળી હતી. આ કારણે સરકારની રચના થઈ શકી નહીં. નેતન્યાહૂ ગઠબંધન બનાવી શક્યા નહોતા. ત્યારબાદ ઇઝરાયલની સંસદ નેસેટે દેશમાં ફરીવાર ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો. આ કારણે અહીં ફરી ચૂંટણી કરાવવામાં આવી રહી છે.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

નેતન્યાહું ચુંટણી પહેલા 9 સપ્ટેમ્બરના રોજ ભારત મુલાકાત કરશે
મહત્વનું છે કે ભારત અને ઇઝરાયલનાં સંબંધો ઘણા સારા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેંઝામિન નેતન્યાહૂ ઘણા સારા દોસ્ત છે. બંને દેશો અત્યારનાં વર્ષોમાં આર્થિક, સૈન્ય, રણનીતિક સંબંધો ઊંચા સ્તર પર પહોંચ્યા છે. જ્યારે પીએમ મોદીએ 2019માં ઐતિહાસિક જીત મેળવી ત્યારે વૈશ્વિક નેતાઓમાં સૌથી પહેલા નેતન્હાયૂએ તેમને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેતન્યાહૂ 9 સપ્ટેમ્બરનાં ચૂંટણી પહેલા ભારતનાં પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ કેટલાક કલાક માટે ભારતમાં રહેશે.

narendra modi israel benjamin netanyahu