માલદીવ પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિને ભેટ આપ્યું ક્રિકેટ બેટ

08 June, 2019 06:21 PM IST  |  માલદીવ

માલદીવ પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિને ભેટ આપ્યું ક્રિકેટ બેટ

માલદીવ પહોંચ્યા વડાપ્રધાન મોદી(તસવીર સૌજન્યઃ ANI)

PM મોદી(PM Narendra Modi) માલદીવ (Maldives) પહોંચી ચુક્યા છે. લોકસભામાં બહુમતિથી સરકાર બનાવ્યા બાદ આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. આ પહેલા સવારે તેઓ કેરળા ત્રિસૂરના ગુરૂવાયુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કર્યું. જે બાદ તેઓ સીધા કોચીથી માલદીવ જવા માટે રવાના થઈ ગયા. વડાપ્રધાન મોદીના આ વિદેશ પ્રવાસના પાડોશી દેશના મહત્વ અને નેબરહુડ ફર્સ્ટની નીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્મામિત કરવાની ઘોષણા કરી છે. માલદીવની સરકાર વડાપ્રધાન મોદીને માલદીવના સર્વોચ્ચ સન્માન(જે વિદેશી ગણમાન્ય વ્યક્તિઓને આપવામાં આવે છે) તેનાથી સન્માનિત કરશે.


મહત્વનું છે કે વડાપ્રધાન મોદી માલદીવમાં સંસદને પણ સંબોધિત કરશે. આ યાત્રાની ખાસ વાત એ છે કે છેલ્લા આઠ વર્ષોમાં પહેલી વાર કોઈ વડાપ્રધાન દ્વીપક્ષીય વાર્તા માટે માલદીવ પહોંચ્યા છે.

માલદીવને વડાપ્રધાન આપશે આ ભેટ
માલદીવને વડાપ્રધાન મોદી અનેક પ્રકારની ભેટ આપશે. જેમાં ફેરી સેવાથી લઈને બંદર અને નવા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ હશે.
સંસદને સંબોધન કરવાની સાથે વડાપ્રધાન મોદી માલદીવમાં બે નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. જેમાં એક કોસ્ટર રડાર પ્રોજેક્ટ અને બીજો ડિફેન્સ ફોર્સિસ માટે ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ રહેશે.

આ સાથે વડાપ્રધાન મોદી, ભારત માટે એક ફેરી સેવાનો શુભારંભ પણ કરશે સાથે જ માલદીવમાં ક્રિકેટ સ્ટેડિટમ માટે ફંડ આપવા પર પણ વાત કરશે.

મહત્વનું છે કે, 2014માં પહેલી વાર વડાપ્રધાન મોદી સૌથી પહેલા ભૂટાનના પ્રવાસે ગયા હતા.જે બાદ મોદીએ તમામ દક્ષિણ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો હતો, જેમાં માલદીવ પણ સામેલ હતું.

આ પણ વાંચોઃ પીએમ મોદી કેરાળના ગુરુવાયુર મંદિરમાં કરી વિશેષ પૂજા

ભારત-માલદીવના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી નિકટતા જોવા મળી રહી છે. ખાસ કરીને માલદીવના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહની જીત બાદ ભારત- માલદીવના સંબંધો હુંફાળા થયા છે. 2018માં વડાપ્રધાન મોદી તેમના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા.

narendra modi maldives