એક ઈંડાએ તોડ્યો મહિલાનો સેલ્ફી સાથે જોડાયેલો રેકોર્ડ

22 June, 2019 03:37 PM IST  | 

એક ઈંડાએ તોડ્યો મહિલાનો સેલ્ફી સાથે જોડાયેલો રેકોર્ડ

પ્રતીકાત્મક તસવીર

21 જૂને વિશ્વભરમાં 'ઈન્ટરનેશનલ યોગા ડે'નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે 'ઈન્ટરનેશનલ યોગા ડે' ની વચ્ચે 'નેશનલ સેલ્ફી ડે' ફિક્કો પડી ગયો હતો. સેલ્ફીના ક્રેઝમાં ડૂબેલા લોકોએ ફોન બાજુમાં મુકીને યોગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જો કે યોગ દિવસ જતાની સાથે સેલ્ફી ફરીથી ટ્રેન્ડ કરવા લાગી છે. સેલ્ફી સાથે જોડાયેલી કેટલીક વાતો જે રસપ્રદ રહી છે. અમેરિકાની સેલિબ્રિટી કાઈલી જૈનર સેલ્ફીના એક ખાસ રેકોર્ડના કારણે પણ ફેમસ છે જો કે હવે તેનો આ રેકોર્ડ તૂટી ચૂક્યો છે. પણ શું તમને ખબર છે એક ઈંડાએ આ રેકોર્ડ તોડ્યો છે.

અમેરિકાની સ્ટાર કાઈલી જૈનરના નામે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે સેલ્ફી શૅર કરવાનો રેકોર્ડ છે. હાલમાં કેટલાક સમય પહેલા એક ફોટો પર સૌથી વધુ લાઈક્સ મેળવવાનો રેકોર્ડ પણ તેણે પોતાના નામે કર્યો હતો જો કે એક બ્રાઉન ઈંડાનાં કારણે તેનો આ રેકોર્ડ તૂટી ગયો છે.

વર્ષ 2018માં જૈનર જ્યારે માં બની ત્યારે તેમણે તેના બાળક સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો જેને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીની સૌથી વધારે લાઈક મળી હતી. જો કે 'વર્લ્ડ ઍગ ડે' પર શૅર કરાયેલી બ્રાઉન ઈંડાની તસવીરને અત્યાર સુધીની સૌથી વધારે લાઈક્સ 53 કરોડ લાઈક્સ મળી હતી જેના કારણે કાઈલીનો આ રેકોર્ડ તૂટી ગયો હતો.

આ પણ વાંચો: ટ્રેકિંગ પર જવાનો પ્લાન હોય તો અપનાવો આ ટિપ્સ

પહેલો સેલ્ફી ડે 21 જૂન 2014માં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હાલ દુનિયાની અજાયબીમાં સ્થાન પામેલો પેરિસનો 'એફિલ ટાવર' સૌથી લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ બન્યો છે. આ સિવાય 'લંડનનો બ્રિજ', ટોક્યોનું 'ઈડો કેસલ' અને ગુજરાતનું 'રણ ઓફ કચ્છ' સેલ્ફી માટે લોકોનું મનપસંદ સ્પોટ બન્યું છે

international yoga day gujarati mid-day