ભાગેડુ નીરવ મોદીની અરજી ફગાવાઈ, 22 ઑગસ્ટ સુધી રહેશે કસ્ટડીમાં

25 July, 2019 05:11 PM IST  |  યૂકે

ભાગેડુ નીરવ મોદીની અરજી ફગાવાઈ, 22 ઑગસ્ટ સુધી રહેશે કસ્ટડીમાં

ભાગેડુ નીરવ મોદીની અરજી ફગાવાઈ

પંજાબ નેશનલ બેન્ક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની કસ્ટડીને લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટે 22 ઑગસ્ટ સુધી વધારી દીધી છે.

નીરવ મોદીને ગુરૂવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વીડિયો કોન્ફ્રેંસના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો. મોદી નિયમિત રિમાંડની સુનાવણી માટે કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જજે મોદીના કેસમાં દસ્તાવેજોનો ઉલ્લેખ કરતા તેમના રિમાંડને 22 ઑગસ્ટ સુધી વધારવાની વાત કરી અને આગામી સુનાવણી સુધી કસ્ટડીમાં મોકલવાનો ઑર્ડર કર્યો.

48 વર્ષીય, નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથેના ધોખાધડી અને મની લૉન્ડ્રિંગના મામલામાં માર્ચમાં ધરપકડ થયા બાદ દક્ષિણ- પશ્ચિમ લંડનના વડ્સવર્થ જેલમાં બંધ છે. આ મહિનાની શરૂઆતમાં યૂકેના ઉચ્ચ ન્યાયાલયે તેની જામીન અરજીને ફગાવી હતી. નીરવ મોદીએ પાંચમી વાર જામીન માટે પ્રયાસ કર્યો હતો.

આ પણ જુઓઃ આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને 13 હજાર કરોડનો ચૂનો લગાવવાનો આરોપ છે. ફેબ્રુઆરી 2018માં જ્યારે પીએનબી ગોટાળો દેશની સામે આવ્યો ત્યારથી, નીરવ મોદી ફરાર હતો. જે બાદ તેની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી. ત્યારથી લઈને અત્યાર સુધી તેની દેશમાંથી અનેક કરોડો રૂપિયાની સંપતિ જપ્ત કરવામાં આવી ચુકી છે.

Nirav Modi london