ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાને પોતાનાં લગ્ન કૅન્સલ કર્યાં, કારણઃ કોરોનાના નિયમો

24 January, 2022 10:20 AM IST  |  Wellington / Sydney | Gujarati Mid-day Correspondent

બાર અને રેસ્ટોરાં જેવાં ઇનડોર સ્થળો તેમ જ વેડિંગ જેવા પ્રસંગોએ મહત્તમ ૧૦૦ લોકો જ એકત્ર થઈ શકશે

જેસિન્દા આર્ડન

ન્યુ ઝીલૅન્ડમાં ઓમાઇક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે નવાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે ત્યારે ન્યુ ઝીલૅન્ડનાં વડા પ્રધાન જેસિન્દા આર્ડને તેમનાં મૅરેજ કૅન્સલ કર્યાં છે. 
એક વેડિંગ પછી ઓમાઇક્રોનના ૯ કેસના એક ક્લસ્ટરથી નૉર્થથી સાઉથ આઇલૅન્ડ્સ સુધી કમ્યુનિટી ફેલાવો થયો હોવાનું બહાર આવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડમાં ગઈ કાલથી જ માસ્ક પહેરવાના સંબંધમાં અને લોકોના ભેગા થવાની સંખ્યા મર્યાદિત કરતાં નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. બાર અને રેસ્ટોરાં જેવાં ઇનડોર સ્થળો તેમ જ વેડિંગ જેવા પ્રસંગોએ મહત્તમ ૧૦૦ લોકો જ એકત્ર થઈ શકશે. 
આર્ડને કહ્યું હતું કે ‘મારા વેડિંગ હવે થવાં જઈ રહ્યાં નથી. આવી સ્થિતિમાં મુકાનારા કોઈ પણ વ્યક્તિ માટે મને દુઃખ છે.’ આર્ડને તેમના લાંબા સમયના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડની સાથેનાં તેમનાં મૅરેજની તારીખ જાહેર નહોતી કરી, પરંતુ એ ટૂંક સમયમાં જ થવાનાં હોવાની અટકળો હતી. આર્ડનને પૂછવામાં આવ્યું કે, કોરોનાના કારણે તેમના મેરેજ કેન્સલ કરવા પડ્યા છે ત્યારે તેઓ કેવું ફીલ કરે છે એના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘લાઇફ આવી જ છે.’

coronavirus covid19 international news new zealand