PM નરેન્દ્ર મોદીએ તમિલ પહેરવેશમાં ચીનના રાષ્ટ્રપતિ સ્વાગત કર્યું

11 October, 2019 08:40 PM IST  |  Chennai

PM નરેન્દ્ર મોદીએ તમિલ પહેરવેશમાં ચીનના રાષ્ટ્રપતિ સ્વાગત કર્યું

PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (PC : ANI)

Chennai : જેની વિશ્વના તમામ લોકો રાહ જોઇ રહ્યા હતા તે ભારતમાં ચેન્નઇ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિમપિંગ વચ્ચેની મુલાકાત. આજે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચ્યા હતા. રસપ્રદ હતું કે ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા.


જાણો, મોદી અને જિનપિંગે શુક્રવારે ક્યા કાર્યક્રમોમાં આપી હાજરી
PM મોદીએ મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક વાતચીત શરૂ કરી હતી. મહાબલીપુરમમા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. તેમાં અર્ચુ વિટ્ટા સાંભર, થક્કાલી રસમ, કડાલાઈ કોરમા અને હલવો હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તેને વેશ્ટીકહેવામાં આવે છે.


તમિલનાડુમાં ભારત-ચીન વચ્ચે ઇન્ફોર્મલ સમિટ થઇ રહી છે
ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે. જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

મોદીએ કહ્યું- ભારત-ચીનના સંબંધો મજબૂત થશે
વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે અને શનિવારે બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. 


કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
ચેન્નાઈથી મહાબલીપુરમ સુધી 5 હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તા અને કાર્યક્રમ સ્થળ પર 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન તહેનાત કરી છે.

આ પણ જુઓ : ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ



મોદીએ ચીની ભાષામાં ટ્વિટ કર્યું
શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલાં વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ભાષામાં ટ્વિટ કર્યું છે. પીએમએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને અહીં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી છે. તે સાથે જ તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું છે.

national news narendra modi chennai kerala china xi jinping