સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

05 June, 2019 10:20 AM IST  | 

સ્વીડનમાં મધમાખી-ઉછેર માટે મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

મૅક્ડોનલ્ડ્સે આઉટલેટ્સ પર ખોલ્યો ખાસ મધપૂડો

વિશ્વમાં મધમાખીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે એ માટે જાગૃતિ કેળવવા સ્વીડનમાં મૅક્ડોનલ્ડ્સે ખાસ મધમાખીઓ માટેની રેસ્ટોરાં ખોલી છે. એને નામ આપ્યું છે મૅક્હાઇવ. આ મિનિએચર રેસ્ટોરાં એક નાનકડા બૉક્સમાં બનાવવામાં આવ્યું છે જેનો લુક બહારથી એકદમ મૅક્ડોનલ્ડ્સની રિયલ રેસ્ટોરાં જેવો જ લાગે છે. એની અંદર મધમાખીઓનો ઉછેર કરવામાં આવે છે. સ્વીડનની ઘણીબધી ફ્રૅન્ચાઇઝીઓ આ મધમાખીના મધપૂડાને પોતાની છત પર ઇન્સ્ટૉલ કરીને ઉમદા કાર્યમાં જોડાઈ રહી છે.

hatke news gujarati mid-day