ભારતમાં નબળા આહારના કારણે દર વર્ષે 100 લોકોના મોત થાય છે

16 July, 2019 09:58 PM IST  |  Mumbai

ભારતમાં નબળા આહારના કારણે દર વર્ષે 100 લોકોના મોત થાય છે

Mumbai : આપણને ઘણીવાર દેશમાં ભૂખમરાથી થતા લોકોના મૃત્યુના સમાચાર સાંભળવા મળે છે. ભારત ઉપરાંત અન્ય ઘણા દેશો એવા છે જ્યાં લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે, તેના આંકડા બહાર આવ્યા છે. 'ધ લાન્સિટ જર્નલ'માં પ્રકાશિત આ અભ્યાસ માટે 195 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન બાદ ખબર પડી કે વિશ્વભરમાં દર પાંચ લોકોમાંથી એક વ્યક્તિનું મૃત્યુ નબળા આહારના કારણે થાય છે. આ આંકડો લગભગ 1 કરોડ 10 લાખ મૃત્યુ સમાન છે. ભારતની વાત કરીએ તો, ખરાબ અને અયોગ્ય ભોજન કરવાથી ભારતમાં દર વર્ષે 100થી પણ વધુ મૃત્યુ થાય છે. સંશોધકોના કહેવા અનુસાર, ઓછી માત્રામાં અનાજ અને ફળો ખાવાથી આ રીતે મૃત્યુ થાય છે.


આ સ્ટડી દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ભારત, અમેરિકા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજિરિયા, રશિયા, ઇજિપ્ત, જર્મની, ઈરાન અને તુર્કીમાં નબળા આહારથી થતા મૃત્યુનો આંકડો વધુ છે. આ દેશોમાં લોકોમાં દરરોજ 125 ગ્રામથી ઓછા દરે અનાજનો વપરાશ કરે છે, જેથી મૃત્યુ અને રોગોનું જોખમ વધી ગયું છે. બાંગ્લાદેશમાં પણ નબળા આહારના કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. આવું યોગ્ય માત્રામાં ફળોનું સેવન ના કરવાને કારણે થયું છે. ત્યાં લોકો દરરોજ 250 ગ્રામથી પણ ઓછા ફળ ખાતાં હતાં.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

2017માં દેશોમાં જ્યાં ભૂખમરાને લીધે સૌથી વધુ મોત થયા, તેમાં ઇઝરાયેલ, ફ્રાંસ, જાપાન, સ્પેન અને એન્ડોરા જેવા દેશોના નામ સામેલ હતા. ભારત એક લાખ લોકોમાંથી 310 મૃત્યુ સાથે 118મા ક્રમાંકે હતો. અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ડિરેક્ટર ક્રિસ્ટોફર મૂરેના જણાવ્યા પ્રમાણે, આ અભ્યાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે અન્ય કારણોની તુલનામાં દર વર્ષે નબળા આહારને કારણે વધુ મૃત્યુ થાય છે.

health tips world health organization