NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં નિધન, ૯૪ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

23 August, 2025 07:13 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

Lord Swaraj Paul dies: યુકે સ્થિત કેપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું ગુરુવારે સાંજે ૯૪ વર્ષની વયે અવસાન થયું છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આજે બિઝનેસ જગત અને દુનિયાને આંચકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ભારતીય મૂળના પ્રખ્યાત બ્રિટિશ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ (Lord Swaraj Paul)નું નિધન થયું છે. જાણીતા NRI ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું ગુરુવારે સાંજે લંડન (London)માં અવસાન (Lord Swaraj Paul dies) થયું. તેઓ ૯૪ વર્ષના હતા. તેમને તાજેતરમાં બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા.

૯૪ વર્ષીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં નિધન થયું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi)એ લોર્ડ સ્વરાજ પોલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (x) પર લખ્યું છે કે, ‘શ્રી સ્વરાજ પોલ જીના અવસાનથી ખૂબ દુઃખ થયું. યુકેમાં ઉદ્યોગ, પરોપકાર અને જાહેર સેવામાં તેમનું યોગદાન અને ભારત સાથેના ગાઢ સંબંધો માટે તેમનો અતૂટ ટેકો હંમેશા યાદ રહેશે. હું અમારી ઘણી વાતચીતોને પ્રેમથી યાદ કરું છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’

લોર્ડ સ્વરાજ પોલના નિધન પર તમામ લોકો શોક સંદેશ પાઠવી રહ્યાં છે.

કોણ હતા લોર્ડ સ્વરાજ પોલ?

યુકે (UK) સ્થિત કેપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ (Caparo Group of Industries)ના સ્થાપક પોલનો જન્મ પંજાબ (Punjab)ના જલંધર (Jalandhar)માં થયો હતો. ૧૯૬૦ના દાયકામાં, તેઓ તેમની નાની પુત્રી અંબિકાના કેન્સરની સારવાર માટે યુકે ગયા હતા. પરંતુ પુત્રીનું ચાર વર્ષની ઉંમરે અવસાન થયું. ત્યારબાદ પોલે અંબિકા પોલ ફાઉન્ડેશન (Ambika Paul Foundation)ની સ્થાપના એક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરી. આ સંસ્થાએ શિક્ષણ અને આરોગ્ય પહેલ દ્વારા વિશ્વભરના બાળકો અને યુવાનોના કલ્યાણ માટે લાખો ડોલરનું દાન કર્યું છે. પોલ વ્યવસાય અને પૈસામાં સફળ હતા, પરંતુ પરિવાર હંમેશા દુઃખોથી ઘેરાયેલો રહેતો હતો. વર્ષ ૨૦૧૫માં, તેમના પુત્ર અંગદ પોલનું આઠમા માળેથી પડી જવાથી મૃત્યુ થયું. વર્ષ ૨૦૨૨માં, તેમની પત્ની અરુણાનું પણ અવસાન થયું.

ભારતીય મૂળના ઉદ્યોગપતિ સ્વરાજ પોલે કેપારો ગ્રુપ શરૂ કર્યું હતું. તેઓ ડઝનબંધ ક્લબ અને સામાજિક કાર્ય ચલાવે છે. સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર, તેમનો બ્રિટનના સૌથી ધનિક લોકોની યાદીમાં સમાવેશ થાય છે. આ વર્ષે તેઓ ૮૧મા ક્રમે છે. ૨ અબજ પાઉન્ડ અથવા લગભગ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે, તેઓ બ્રિટિશરો પર શાસન કરવાનું ચાલુ રાખે છે.

સ્વરાજ પોલ ડઝનબંધ કંપનીઓના માલિક હતા. તેમની મોટાભાગની સંપત્તિ સ્ટીલ અને એન્જિનિયરિંગ બહુરાષ્ટ્રીય કંપની કેપારો ગ્રુપ સાથે જોડાયેલી છે. તેમની ઓફિસ લંડનમાં છે. જોકે, તેમનો વ્યવસાય ૪૦થી વધુ દેશોમાં ફેલાયેલો છે. બ્રિટન ઉપરાંત, તેમનો વ્યવસાય અમેરિકા, ભારત, મધ્ય પૂર્વમાં ફેલાયેલો છે. તેમના બીજા પુત્ર આકાશ પોલ હવે કંપનીની જવાબદારી સંભાળી રહ્યા છે. આકાશ પોલ કેપારો ઇન્ડિયાના ચેરમેન અને કેપારોના ડિરેક્ટર છે.

celebrity death london business news narendra modi international news world news