બાળક સાથે ગેરવર્તણૂંક બદલ કેન્યામાંથી મૂળ ગુજરાતી કપલની હકાલપટ્ટી

29 May, 2019 05:34 PM IST  |  નૈરોબી

બાળક સાથે ગેરવર્તણૂંક બદલ કેન્યામાંથી મૂળ ગુજરાતી કપલની હકાલપટ્ટી

Image Courtesy: Business Today

કેન્યામાંથી પોલીસે મૂળ ગુજરાતી પતિ પત્નીને તાત્કાલિક અસરથી હકાલ પટ્ટી કરી છે. પોતની પુત્રી સાથે ગેર વર્તણૂંક કરવા બદલ કેન્યાની સરકારે આ ગુજરાતી યુગલને ડિપોર્ટ કરી દીધું છે. કેન્યાના ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન પ્રમાણે પુત્રીને હેરાન કરવાના ગુનાસર આ કપલની કેન્યામાંથી હકાલ પટ્ટી કરાઈ છે.

ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનના રિપોર્ટ પ્રમાણે કેયુર નવીનવચંદ્ર સાવલા અને તેની પત્ની જ્યોતી કેયુર સાવલા જેમના પર તેમની સગીર પુત્રીને પરેશાન કરવાનો આરોપ હતો તેમને સોમવારે ભારત પાછા મોકલી દેવાયા છે. આ પહેલા ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે તેમની પર્મેનન્ટ રેસિડેન્ટ પરમિટ્સ પણ પાછી ખેંચી લીધી હતી.

 10 મહિના પહેલા આફ્રિકન અનસેન્સર્ડ નામની સંસ્થાના પ્રયત્નોને કારણે આ સગીર યુવતી પર ત્રાસ ગુજરાતો હોવાની ઘટના સામે આવી હતી. આફ્રિકન અનસેન્સર્ડની સ્થાપના KTNના ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર જોહન અલ્લન નામુએ કરી છે. જોહ્ન અલ્લન નામુએ જ ખુલાસો કર્યો હતો કે અલીકાને ઈજા પહોંચવા છતાંય તેના માતાપિતાએ તેને એમની એમ જ છોડી દીધી હતી. આ ઈજામાં અલીકાને માથામાં પડેલી પાંચ સેમીની ક્રેક પણ હતી, જેને કારણે કે પાર્શલી પેરેલાઈઝ્ડ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સ્વિટ્ઝલેન્ડે જાહેર કરી સ્વિસ બેન્કોમાં ભારતીયોની બેન્કિંગની જાણકારી

આફ્રિકન અન સેન્સર્ડના આ ખુલાસા બાદ અલીકાના માતાપિતાને ભારત પાછા મોકલી દેવાયા છે.

gujarat news kenya