લંડનથી દિલ્હી આવતી ઇન્ડિગોની ફ્લાઇટ ૭૮ મિનિટ હવામાં રહ્યા બાદ ટેક્નિકલ ખામીના કારણે હીથ્રો ઍરપોર્ટ પાછી ફરી

24 September, 2026 05:02 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્નિકલ ખામીના કારણે હીથ્રો ઍરપોર્ટ પરત ફરી હતી. મંગળવારે રાત્રે ૮.૦૫ વાગ્યે રવાના થયેલું વિમાન ઇંગ્લિશ ચૅનલ નજીક ૨૪,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યું બાદ પરત ફર્યું હતું.

ઇન્ડિગો ફ્લાઇટ (સૌજન્ય : મિડ-ડે)

લંડનના હીથ્રો ઍરપોર્ટથી નવી દિલ્હી માટે રવાના થયેલી ઇન્ડિગો ઍરલાઇનની એક ફ્લાઇટને ગઈ કાલે ટેક્નિકલ ખામીના કારણે લંડન પાછી વાળવામાં આવી હતી. ટેક્નિકલ ખામીની જાણકારી આપવામાં આવી નથી પણ જે ઇમર્જન્સી માટે કોડ આપવામાં આવ્યો હતો એના પરથી લાગે છે કે વિમાનમાં ધુમાડો જોવા મળ્યો હશે. આ ફ્લાઇટ મંગળવારે રાત્રે ૮.૦૫ વાગ્યે રવાના થઈ હતી. ઇંગ્લિશ ચૅનલ નજીક ૨૪,૦૦૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. વિમાન કુલ ૭૮ મિનિટ સુધી હવામાં રહ્યું હતું.

indigo delhi airport new delhi london international news