UN માં પાકિસ્તાનના ભડકાઉ ભાષણનો ભારતને આપ્યો જડબાતોડ જવાબ

28 September, 2019 11:05 AM IST  |  New York

UN માં પાકિસ્તાનના ભડકાઉ ભાષણનો ભારતને આપ્યો જડબાતોડ જવાબ

UN માં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ (PC : Jagran.com)

New York : સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતની પહેલી વિદેશ સચિન વિદિશા મૈત્રાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ભડકાઉ ભાષણનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની વિદેશ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે, ઈમરાન ખાન પરમાણુ યુદ્ધની વાત કરવી તે સ્ટેટ્સમેનશીપ નથી દર્શાવતું. ઇમરાન ખાન યુએનના મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એક માણસ એક સમયે જેન્ટલમેન ગેમ ક્રિકેટ રમતો હતો. તેણે દુનિયા સામે નફરત ભરેલું ભાષણ આપ્યું છે. દુનિયામાં પાકિસ્તાન એકલો દેશ છે જે આતંકીઓને શરણ આપે છે.


પાકિસ્તાન કેમ તે અલકાયદા અને અન્ય આતંકીઓને પેન્શનની વાત કરે છે : વિદિશા
વિદિશા મૈત્રાએ વધુમાં કહ્યું છે કે, શું પાકિસ્તાન આ વાતને માને છે કે તેમણે 130 આતંકીઓને શરણ આપી છે. તેમાં 25 યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા આતંકીઓ છે. શું પાકિસ્તાન જણાવી શકે છે કે, કેમ તેઓ અલકાયદા અને અન્ય આતંકીઓ માટે પેન્શન આપવાની વાત કરે છે. શું ઇમરાન ખાન સ્વીકારે છે કે પાકિસ્તાન ઓસામા બિન લાદેનનો બચાવ કરનાર દેશ છે. આ પહેલા ઈમરાન ખાને શુક્રવારે આપેલા ભાષણમાં કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ જોઈને દુનિયાના 130 કરોડ મુસ્લિમ ચરમપંથી બની જશે.

આ પણ જુઓ : એક સમયે આવા લાગતા હતા વડાપ્રધાન મોદી, પોતે જ શૅર કર્યા ફોટોઝ

ભારતીય નાગરિકોને બિલકુલ જરૂર નથી કે કોઈ તેમના માટે બોલે: ભારત
વિદિશા મૈત્રાએ કહ્યું અમારી ઈચ્છા છે કે તમે ઈતિહાસ યાદ રાખો. તમારે ન ભૂલવું જોઈએ કે 1971માં પાકિસ્તાને કઈ રીતે ઈસ્ટ પાકિસ્તામાં જ પોતાના લોકોનો નરસંહાર કર્યો હતો. લોકોએ પાકિસ્તાન જઈને ત્યાંના નાગરિકોની સ્થિતિ જોવી જોઈએ. જ્યાં પાકિસ્તાન આતંકવાદ પર ભાર આપે છે. ત્યારે ભારત વિકાસના મુદ્દા પર ભારત આપે છે. ભારતીય નાગરિકોને કોઈ જરૂર નથી કે કોઈ તેમના માટે બોલે.

united nations narendra modi imran khan pakistan india