ભારતમાં જન્મેલી ડૉ. ભાષા મુખર્જી બની મિસ ઈંગ્લેન્ડ

02 August, 2019 08:05 PM IST  |  મુંબઈ

ભારતમાં જન્મેલી ડૉ. ભાષા મુખર્જી બની મિસ ઈંગ્લેન્ડ

ભારતમાં જન્મેલી ડૉ. ભાષા મુખર્જી બની મિસ ઈંગ્લેન્ડ

ભારતવંશી ડૉક્ટર ભાષા મુખર્જીએ ડઝનો પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડતા મિસ ઈંગ્લેન્ડનો તાજ પોતાના નામે કર્યો છે. ડર્બીમાં રહેતી 23 વર્ષની ભાષા પાસે સ્નાતરની બે ડિગ્રીઓ છે. આ જીનિયસ સુંદરીનો આઈક્યૂ 146 છે અને તે પાંચ ભાષાઓ બોલી શકે છે. ત્યારે જાણીતા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનો આઈક્યૂ લેવલ 160 હતો. મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધા ખતમ થતા જ તે બોસ્ટન સ્થિત હૉસ્પિટલમાં જૂનિયર ડૉક્ટર તરીકે નોકરી શરૂ કરવાની હતી. હવે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે.

ભારતમાં જન્મેલી ભાષા નવ વર્ષની ઉંમરમાં પોતના માતા-પિતા સાથે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ હતી. નૉટિંઘમ યૂનિવર્સિટીમાંથી મેડિકલ સાઈન્સની સાથે તેમણે મેડિસિન અને સર્જરીમાં તેમણે સ્નાતક કર્યું છે. મિસ ઈંગ્લેન્ડના છેલ્લા ચરણની પહેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, અનેક લોકો વિચારે છે કે સૌંદર્ય સ્પર્ધા જીતનારી યુવતીઓ બુદ્ધુ હોય છે. પરંતુ અમે કોઈનાથી કમ નથી. મેડિકલના અભ્યાસ દરમિયાન મે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવાનું વિચાર્યું. એટલે મારે પોતાને ખૂબ જ સમજાવવું પડ્યું હતું.

આ પણ જુઓઃ Aashka Goradia: નાગિન ફેમ આ એક્ટ્રેસને ખૂબ જ પ્રિય છે યોગ

સ્કૂલના દિવસોને યાદ કરતા તેણે કહ્યું કે તે શીખવા માટે હંમેશા ઉત્સાહિત રહેતી હતી. એટલે તે પોતાના શિક્ષકોની ચહેતી હતી. ક્લાસમાં સૌથી હોશિયાર હતી એટલે તેને આઈન્સ્ટાઈન અવૉર્ડ પણ મળ્યો હતો. તે એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે. 2017માં તેણે જનરેશન બ્રિજ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તે એકલતાથી પિડાતા બુઝુર્ગોની મદદ કરે છે.

england world news