ટોક્યોની ગલીઓમાં છેલ્લાં ૪૫ વર્ષથી છાપાંવાળો ટાઇગરના વેશમાં ફરે છે

21 April, 2019 10:46 AM IST  | 

ટોક્યોની ગલીઓમાં છેલ્લાં ૪૫ વર્ષથી છાપાંવાળો ટાઇગરના વેશમાં ફરે છે

યોશિરો ઘરે પણ નથી કાઢતો માસ્ક

જપાનના ટોક્યોમાં રહેતા યોશિરો હરાડા નામના ભાઈ રોજ છાપાં નાખવા ઘેર-ઘેર ફરે છે છતાં તેમનો અસલી ચહેરો કદાચ કોઈએ વષોર્થી જોયો નથી. એનું કારણ એ છે કે યોશિરોએ ૪૫ વર્ષ પહેલાંથી એક ટાઇગરની જેમ જીવવાનું નક્કી કરી લીધું હતું. યોશિરો માત્ર ૨૪ વર્ષનો હતો ત્યારે તેણે ભણવાનું છોડી દીધેલું. એ વખતે તે નાગાનો પર્ફેક્ચરમાં રહેતો હતો. કૉલેજમાં આવ્યા પછી તેને અચાનક ભણવામાંથી મન ઊઠી ગયું. તેણે કૉલેજ છોડીને છાપાં વેચવાનું શરૂ કરી દીધું.

૧૯૭૨ની સાલમાં તે કાબુકિચો મંદિરના ઉત્સવમાં ભાગ લેવા ગયેલો. આ મંદિર એન્ટરટેઇનમેન્ટ અને રેડ લાઇટ એરિયા ગણાતા શિન્જુકુ વિસ્તારમાં હતું. ત્યાં તેને એક કલરફુલ પ્લાસ્ટિકનો ટાઇગર માસ્ક દેખાયો. તેને એ માસ્ક એટલો ગમી ગયો કે તેણે એકસાથે ૩૦ માસ્ક ખરીદી લીધા. બસ, એ પછીથી તેણે રોજ એ જ માસ્ક પહેરીને ભણવાનું શરૂ કરી દીધું. પહેલાં તે માત્ર છાપાં વેચવા નીકળે ત્યારે જ આ માસ્ક પહેરતો હતો, પણ એ પછી તો તે ઘરમાં અને નવરાશના સમયે ક્યાંક ફરવા જતો ત્યાં પણ એ જ પહેરીને જવા લાગ્યો. એક વાર અળવીતરું કર્યા પછી તેને વધુ ને વધુ વિચિત્ર નખરા સૂઝવા લાગ્યા.

 

આ પણ વાંચો: સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ

 

આ શખ્સે માથા પર લાલ રંગના વાળની વિગ અને સાથે અઢળક રંગબેરંગી સૉફ્ટ અને સ્ટફ્ડ ટૉય્ઝનાં લટકણિયાં રાખવાનું શરૂ કરી દીધું. આ બધાનું વજન લગભગ દસ કિલો જેટલું થાય છે છતાં ભાઈસાહેબ રોજ પેપર ડિલિવરી વખતે એ ઉપાડીને જ જાય છે. યોશિરો રોજ સવારે સાડાત્રણ વાગ્યે ઊઠે છે અને માસ્ક પહેરીને સવારે પાંચ વાગ્યે પહેલી ડિલિવરીના રાઉન્ડ માટે નીકળી પડે છે. બે કલાક કામ કરીને ઘરે આવીને સૂઈ જાય છે. બપોરે ત્રણ વાગ્યે ફરીથી નીકળે છે. એ સિવાય તે માર્કેટમાં કશુંક ખરીદવા જાય, મૂવી જોવા જાય કે દોસ્તો સાથે બહાર જાય ત્યારે પણ ટાઇગર માસ્ક તેનો સાથ નથી છોડતો.

hatke news