સ્પર્શ શાહઃ મૂળ ગુજરાતનો આ બાળક Howdy Modiમાં ગાશે રાષ્ટ્રગીત

22 September, 2019 10:14 AM IST  |  હ્યૂસ્ટન

સ્પર્શ શાહઃ મૂળ ગુજરાતનો આ બાળક Howdy Modiમાં ગાશે રાષ્ટ્રગીત

સ્પર્શ શાહઃ મૂળ ગુજરાતનો આ બાળક Howdy Modiમાં ગાશે રાષ્ટ્રગીત

અમેરિકાના રાજ્ય ટેક્સાનું સૌથી મોટું શહેર હ્યૂસ્ટર હાઉડી મોદી શો માટે તૈયાર છે. આ મેગા શોમાં વડાપ્રધાન મોદી 50 હજારથી વધુ ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે. પીએમ મોદી તેના માટે હ્યૂસ્ટન પહોંચી ગયા છે.આ દરમિયાન એક મૂળ ગુજરાતી પરિવાનરો 16 વર્ષનો બાળક રાષ્ટ્રગીત ગાશે. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા આ બાળકનું નામ સ્પર્શ શાહ છે. સંગીત અને લેખનનો શોખ રાખનાર સ્પર્શના ઉત્સાહના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે.

સ્પર્શ જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ નામની બીમારીથી પિડાઈ છે. આ બીમારીમાં શરીરના હાડકાં એકદમ નાજુક હોય છે. એટલા કે જો થોડું જોરથી હાથ મિલાવવામાં આવે તો તેનું હાડકું ભાંગી જાય. જેના કારણે તે વ્હીલચેર પર છે. તે જ્યારે માતાના પેટમાં હતો ત્યારે જ તેના 35 હાડકા તૂટી ચુક્યા હતા. આ બીમારીના કારણે સ્પર્શ ચાલી નથી શકતો, પરંતુ આ સ્થિતિમાં પણ તેણે પોતાની રચનાત્મકતાના રસ્તામાં અડચણ નથી બનવા દીધું અને સંગીતની દુનિયામાં પોતાનો પરચમ લહેરાવ્યો.

આ પણ જુઓઃ સ્પર્શ શાહઃ અસાધ્ય બીમારીથી પિડાતા આ બાળકે સાર્થક કર્યું છે I'MPOSSIBLE

સ્પર્શનો જન્મ ન્યૂજર્સીમાં થયો હતો. તેનો પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પિતા મૂળ સુરતના છે, જેઓ બાદમાં અમેરિકામાં સ્થાયી થયા હતા. સ્પર્શ ગયા વર્ષે કેબીસીના એપિસોડમાં જોવા મળ્યો હતો. બિગ બીએ પોતાના બ્લોગમાં પણ તેને લઈને વાતચીત કરી હતી.સ્પર્શે માત્ર 3 વર્ષની ઉંમરે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. 6 વર્ષની ઉંમરે તેણે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મ્યૂઝિકમાં ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી. તે અમેરિકન વૉકલ પણ શીખે છે. સ્પર્શ BBC, NBC, SONY સહિતના રેડિયો અને ટીવી ચેનલ પર ઈન્ટરવ્યૂ આપી ચુક્યો છે. સ્પર્શ પાઈની વેલ્યૂ 250 ડિજિટ્સ સુધી યાદ રાખીને પાઈ ચેમ્પિયનશિપ જીતી ચુક્યો છે. સાથે તેની યાદશક્તિ પણ વિલક્ષણ છે. આ નાનકડો છોકરો તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

narendra modi united states of america