ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર-લીકના આક્ષેપના મુદ્દે યુનિવર્સિટીએ ૩ સભ્યોની તપાસસમિતિ નીમી

29 July, 2026 10:16 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ સમિતિએ તપાસની કામગીરી શરૂ કરી છે

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

ગુજરાતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પેપર-લીકના આક્ષેપના મુદ્દે યુનિવર્સિટીએ ૩ સભ્યોની તપાસસમિતિ નીમી છે. આ સમિતિએ તપાસની કામગીરી શરૂ કરી છે.  

ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘સરકાર દ્વારા આ બાબત ખૂબ ગંભીરતાથી લેવાઈ છે. કોઈને અન્યાય ન થાય અે માટે કમિટીની રચના કરી છે. આવી કોઈ પણ ઘટના કરનારને સાંખી લેવામાં આવશે નહીં, સરકાર ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. એની પાછળનો તપાસ કરવાનો હેતુ એટલો છે કે કોઈ પણ વાલી કે વિદ્યાર્થીઓને એવો શક ન જાય કે પેપર ફૂટ્યું છે, પણ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ એવું પેપર સામે આવ્યું નથી. મારી વિનંતી છે કે અનેક માહિતીઓ આપને ગેરમાર્ગે દોરતી હોય છે તો પણ ગેરમાર્ગે દોરાતી માહિતીને ચકાસવા માટે ટીમની રચના કરી છે.’ 

gujarat news gujarat gujarat government Education jamnagar