નેધરલેન્ડમાં એક અઠવાડિયા સુધી મનાવાશે 150મી ગાંધી જયંતિ

22 September, 2019 05:46 PM IST  |  મુંબઈ

નેધરલેન્ડમાં એક અઠવાડિયા સુધી મનાવાશે 150મી ગાંધી જયંતિ

નેધરલેન્ડમાં એક અઠવાડિયા સુધી મનાવાશે 150મી ગાંધી જયંતિ

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના મોકા પર નેધરલેન્ડમાં અહિંસા માટે કૂચ તથા સાર્વજનિક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારતીય દૂતાવાસ દ્વારા નૉન વાયોલેન્સ ફાઉન્ડેશન અને અન્ય સમૂહોનો સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જેમાં એક સાયકલ રેલી, મહાત્મા ગાંધીના જીવન પર એક એક્ઝીબિશન અને એક સ્મરણોત્સવ બેઠકનો સમાવેશ થાય છે.

ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું કે 29 સપ્ટેમ્બરે ગાંધીજીના સાદગી અને સ્થિરતાના વિચારો વિશે જાગૃતિ ફેલાવવા માટે સાયકલ રેલી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. હેગ શહેરમાં રેલી ભારતના દૂતાવાસથી શરૂ થશે અને પીસ પેલેસ, સંસદ અને રિસોર્ટથી પસાર થઈ ભારતીય દૂતાવાસ ઑફ ગાંધી પર એક એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવશે.

આ પણ જુઓઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ....

ડચમાં એક્ઝિબિશનમાં મહાત્મા ગાંધીના જીવનના મહત્વપૂર્ણ ચરણોને બતાવવામાં આવશે. 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી સ્વયંસેવકો નેધરલેન્ડના સ્કૂલ અને કોલજેમાં ફોલો ધ મહાત્મા અભિયાન ચલાવશે અને ગાંધીના અહિંસાના સંદેશની આજની દુનિયામાં પ્રાસંગિકતા વિશે જણાવશે. આ વાત 1600થી વધુ બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

gandhi jayanti mahatma gandhi