Fire in Australian Forest : 150થી વધારે ઘર બળીને રાખ, 2ની મોત....

09 November, 2019 08:12 PM IST  |  Mumbai Desk

Fire in Australian Forest : 150થી વધારે ઘર બળીને રાખ, 2ની મોત....

પૂર્વ ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા એક જંગલમાં ભીષણ આગના સમાચાર છે. આ ભીષણ આગે લગભગ 150થી વધારે ઘરને હાનિ પહોંચાડી છે. આનાથી બે લોકોની મોત થઈ અને સાત અન્ય ગાયબ છે. ન્યૂ સાઉથ વેલ્સના દમકલ વિભાગે આની માહિતી આપી. આ પહેલા વિભાગે કહ્યું હતું કે આ ભયંકર આગે ઓછામાં ઓછા 100 ઘરને હાનિ પહોંચાડી છે, જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થઈ ગયા અને ત્રણ લોકો ખોવાયા છે.

દમકલ વિભાગે ટ્વીટ કરીને કહ્યું, "ન્યૂ સાઉથ વેલ્સના જંગલમાં લાગેલી આગમાં 150 ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. અમારી ટીમ હજી પણ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ ભીષણ આગમાં બે લોકોના મરવાની વાત ખબર પડી છે અને 7 જણ ગાયબ છે."

દમકલ વિભાગે પહેલા આપી ચેતવણી
જણાવીએ કે ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિસલેન્ડની ઝાળીઓમાં આગ લાગતી રહે છે. એવામાં વિભાગે આ બાબતે ચેતવણી આપતો રહે છે. સ્થાનિક મીડિયા પ્રમાણે ક્ષેત્રમાં ઉનાળાની ઋતુમાં વાતાવરણને કારણે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે.

મરનારામાં એક મહિલા

સિડની મૉર્નિંગ હેરાલ્ડ પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ શનિવારના બળેલા વાહનની અંદર એક શબ મળ્યું જેને તે ઓળખવાનો પ્રયત્ન કરે છે. સમાચાર પ્રમાણે મરનારામાં એક મહિલા સામેલ છે.

 

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

સેંકડો પ્રાણીઓ પર પડ્યો આ પ્રભાવ

ગયા અઠવાડિયે ન્યૂ સાઉથ વેલ્સ અને પાડોશી ક્વિંસલેન્ડ ક્ષેત્રમાં જંગલની આગ ફેલાતી રહી. હજારો હેક્ટેયર જંગળ બળીને રાખ થઈ ગયા. બચાવ દળને ડર છે કે સેંકડો પ્રાણીઓ આનાથી પ્રભાવિત થયા હશે. આમાંથઈ કેટલાક આગથી પ્રભાવિત એક રિઝર્વમાં રહે છે. તેમનું મૃત્યુ થઈ શકે છે. પાણીની અછતને કારણે તેમના બચવાની શક્યતા દિવસે ને દિવસે ઘટતી જાય છે.

australia