ઇથિયોપિઆના વડાપ્રધાન ઇબિય અહમદને મળ્યું શાંતિ નોબલ પુરસ્કાર 2019

11 October, 2019 07:40 PM IST  |  Mumbai

ઇથિયોપિઆના વડાપ્રધાન ઇબિય અહમદને મળ્યું શાંતિ નોબલ પુરસ્કાર 2019

ઇથિયોપિઆના વડાપ્રધાન ઇબિય અહમદને મળ્યું શાંતિ નોબલ પુરસ્કાર 2019

Mumbai : નોબેલ પુરસ્કાર 2019 માં ઇથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદને શાંતિ પુરસ્કાર 2019 આપવામાં આવ્યો છે. તેમને શાંતિ પુરસ્કાર આપવા પાછળનું મુખ્ય કારણ અબિય અહમદ અલીએ પાડોશી દેશ ઇરીટ્રિયા સાથે સરહદના વિવાદને લઇને મહત્વના પગલા ભર્યા અને તેનું સમાધાન લાવ્યા હતા. ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદને મળેલા આ સન્માન દ્વારા ઈથિયોપિયા અને પૂર્વ તથા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શાંતિ માટે પ્રયાસ કરી રહેલા તમામ લોકોને પણ ઓળખાણ મળી છે.


શાંતિ નોબલ પુરસ્કાર જીતનાર અબિય અહમદ આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી રહી ચુક્યા છે
અત્યારે ઇથિયોપિઆના વડાપ્રધાન અબિય અહમદ પહેલા આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી તરીકે કામ કરી ચુક્યા છે. તેમણે દેશમાં મોટા પાયે આર્થિક અને રાજકીય સુધારા લાગુ કર્યા હતા. તેમણે ઈથિયોપિયાએ તેના પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે નોબેલ આપવા આ જ સૌથી મોટું કારણ બન્યું છે. અબિય 2018માં વડાપ્રધાન બન્યા હતા. ત્યારે તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈરીટ્રિયા સાથે શાંતિ વાર્તાને ફરી શરૂ કરશે. ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરફી સાથે અબિયે શાંતિ કરાર માટે ઝડપથી કામ કર્યું અને બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને ખતમ કર્યો હતો.


મલાલા યુસુફજઈ નાની ઉંમરમાં જ નોબેલ વિજેતા બન્યા
મલાલા યુસુફજઈએ સૌથી નાની ઉંમરમાં નોબેલ પુરસ્કાર હાંસિલ કર્યો હતો. તેમણે 17 વર્ષની ઉંમરમાં 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની રહેવાસી મલાલા સામાજિક કાર્યકર્તા છે. મલાલાને પાકિસ્તાનમાં મહિલાઓ માટે શિક્ષણ ફરજીયાત કરાવવાની માંગ બાદ તાલિબાનીઓએ તેમની ગોળીનો નિશાનો બનાવતા શિકાર થવું પડ્યું હતું. આ વખતે સ્વીડનની ક્લાઈમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થન્બર્ગને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો તેના નામની જાહેરાત કરવામાં આવે તો સૌથી ઓછી ઉંમરની વિજેતા હશે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

51 મહિલાઓ નોબેલ પુરસ્કાર દ્વારા સન્માનિત થઈ ચુકી છે
1901થી માંડી 2018 સુધી 51 મહિલાઓ નોબેલ પુરસ્કારથી સન્માનિત થઈ ચુકી છે. મેડમ ક્યૂરીને બે વખત આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1903માં ભૌતિકશાસ્ત્ર અને 1911માં કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ પ્રકારે અત્યાર સુધી 51 મહિલાઓને નોબેલ પુરસ્કાર મળ્યો છે.

world news news