કોરોનાના કેસ વધતા બ્રિટનમાં વધુ એક લૉકડાઉનના ભણકારા

18 July, 2021 11:25 AM IST  |  London | Agency

જાન્યુઆરી પછી દૈનિક કેસ ૫૦૦૦૦ને પાર, નિષ્ણાતોએ યુરો ૨૦૨૦ને જવાબદાર ગણાવ્યા

પ્રતીકાત્મક તસવીર

લંડન : (જી.એન.એસ.) બ્રિટનમાં કોરોના વાઇરસના કેસમાં અસાધારણ ઉછાળો આવતાં વધુ એક વખત ખતરો ઊભો થયો છે. બ્રિટનમાં જાન્યુઆરી પછી સૌપ્રથમ વખત એક દિવસમાં કોરોનાના પૉઝિટિવ કેસ ૫૦ હજારથી વધુ મળી આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને લીધે ૨૪ કલાકમાં ૪૯ લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં જે રીતે ફરીથી કોરોના બ્લાસ્ટ થયો છે તેને લઈને વધુ એક લૉકડાઉનના ભણકારા વાગી રહ્યા છે.
આરોગ્ય વિભાગના મતે દેશમાં એક દિવસમાં ૫૧,૮૭૦ નવા કોરોનાના કેસ મળ્યા છે. એક સપ્તાહમાં પૉઝિટિવ કેસની સંખ્યામાં ૪૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. હૉસ્પિટલોમાં પણ બેડ ફરીથી ભરાવા લાગ્યા છે. કોરોનાના કેસમાં એકાએક આવેલા ઉછાળાથી હવે હૉસ્પિટલમાં દાખલ થતા નવા દરદીઓ તેમ જ મૃતકોના આંકમાં વૃદ્ધિ જોવા મળે છે. નિષ્ણાતોએ યુકેમાં વધી રહેલા કેસ પાછળ કોરોના પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ તેમ જ યુરો ૨૦૨૦ને જવાબદાર ગણાવ્યા છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો પણ પ્રકોપ વધી રહ્યો હોવાનું કેટલાક આરોગ્ય નિષ્ણાતો માની રહ્યા છે. 
પબ્લિક હેલ્થ ઈંગ્લૅન્ડે જણાવ્યું કે કોરોનાના કેસ વધુ છે અને કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે પરંતુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. 
આના પરથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાઇરસના આ ખતરનાક વેરિઅન્ટ સામે પણ રસી અસરકારક છે.

london national news international news coronavirus covid19 lockdown great britain