ભારતને મુશ્કેલ સમયમાં રસી આપવાનો બ્રિટને કર્યો ઇનકાર

30 April, 2021 02:18 PM IST  |  London | Agency

દુનિયામાં કોરોનાના સૌથી મોટા પીડિત એવા ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની રસી ન આપવાનો નિર્ણય કર્યો છે. બ્રિટને કહ્યું છે કે એમની પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી કે તે ભારતને આપી શકે.

પ્રતીકાત્મક તસવીર

દુનિયામાં કોરોનાના સૌથી મોટા પીડિત એવા ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની રસી ન આપવાનો નિર્ણય કર્યો છે. બ્રિટને કહ્યું છે કે એમની પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી કે તે ભારતને આપી શકે. બ્રિટનમાં કોરોનાને કારણે હૉસ્પિટલો પર ભારે બોજ છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્યમંત્રી મૅટ હેન્કોકે કહ્યું હતું કે ‘ભારતને કોરોનાની રસી આપવા માટે બ્રિટન પાસે હાલ પૂરતો સ્ટૉક નથી. બીજી બાજુ હજુ અમારો દેશ જ કોરોનાની ઘાતક લહેરનો સામનો કરી રહ્યો છે.’ 

જોકે બ્રિટને ભારતને વેન્ટિલેટર અને ઑક્સિજન કન્ટેનર્સ મોકલી આપ્યાં છે. પણ હેન્કોકે કહ્યું છે કે વર્તમાનમાં બ્રિટન ભારતને કોઈ વૅક્સિન આપવાની સ્થિતિમાં નથી. હાલ અમારી પાસે વૅક્સિનનો કોઈ વધારાનો પુરવઠો ઉપલબ્ધ નથી.

international news india britain coronavirus covid19