કોરોનાનો બ્રાઝિલ-વેરીઅન્ટ વધુ ચેપી અને રોગપ્રતિકારક શક્તિને ટક્કર આપનારો

30 April, 2021 01:19 PM IST  |  London | Agency

કોરોના વાઇરસના અગાઉના સ્ટ્રેન્સ કરતાં બ્રાઝિલ વેરીઅન્ટ (જે પી-વન તરીકે પણ ઓળખાય છે) વધુ ચેપી હોય અને અન્ય સ્ટ્રેન્સના સંક્રમણથી મળેલી રોગપ્રતિકારકતા સામે બચવા માટે સક્ષમ હોય એવી શક્યતા છે એમ સંશોધકોએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

બ્રાઝિલ, બ્રિટન અને યુનિવર્સિટી ઑફ કોપનહેગનની ટીમના અંદાજ પ્રમાણે કોરોના વાઇરસનું પી-વન તરીકે ઓળખાતું એક આક્રમક વેરીઅન્ટ છે, જે બ્રાઝિલના મેનાઉસ શહેરમાં સમસ્યાઓ પાછળનું કારણ હોવાનું જણાય છે.’

‘અમારું વિશ્લેષણ દર્શાવે છે કે પી-વન નવેમ્બર, ૨૦૨૦ની આસપાસ મેનાઉસમાં ઉદ્ભવ્યો હતો. માત્ર સાત સપ્તાહમાં ૮૭ ટકા પૉઝિટિવ સૅમ્પલ્સના અમારા જિનેટિક સૅમ્પલ્સમાં એ પકડાયો નહોતો.’ એમ કોપનહેગન યુનિવર્સિટીના સમીર ભટ્ટે જણાવ્યું હતું.

london brazil coronavirus covid19 international news