ચીન-પાકિસ્તાને ભારત વિરુદ્ધ જૈવિક યુદ્ધનું ષડ્યંત્ર રચ્યું : રિપોર્ટ

25 July, 2020 11:49 AM IST  |  Beijing/New Delhi | Agencies

ચીન-પાકિસ્તાને ભારત વિરુદ્ધ જૈવિક યુદ્ધનું ષડ્યંત્ર રચ્યું : રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

ચીન અને પાકિસ્તાન મળીને ભારત અને પશ્ચિમ દેશોની વિરુદ્ધ બાયોલોજિકલ વૉરફેર એટલે કે જૈવિક યુદ્ધનું ષડયંત્ર બનાવી રહ્યા છે. બન્ને દેશોએ તેના માટે ત્રણ વર્ષની છૂપી ડીલ કરી છે. આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ષડયંત્ર અંતર્ગત એન્થ્રેક્સ જેવા ખતરનાક વાઇરસ પર કામ કરવામાં આવનાર છે. આ અંગે જાસૂસી માહિતી મળી છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓમાં તથ્ય દેખાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે કોરોના વાઇરસ ચીનની વુહાન લૅબમાંથી નીકળ્યો છે અને અમેરિકાની પાસે તેના પુરાવાઓ છે.

આ રિપોર્ટ ક્લાઝોન નામની યુનિટે ખાનગી સૂત્રો દ્વારા આપ્યો છે. સિક્યૉરિટી એક્સપર્ટ એન્થોની ક્લાને આ વિશે આર્ટિકલ લખ્યો હતો. ન્યુઝ એજન્સીએ તેને પબ્લિશ કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે વુહાનની જે લૅબથી કોરોના વાઇરસ નીકળવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે તેણે પાકિસ્તાન સાથે મળીને જૈવિક યુદ્ધની તૈયારી કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કરી દીધું છે. ટાર્ગેટ પર ભારત સિવાય અન્ય પશ્ચિમી દેશ જેવા કે અમેરિકા પણ છે. આ દેશોમાં સંક્રમક બીમારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. રીસર્ચ પર થતો ખર્ચ ચીનની વુહાન લૅબ જ કરવાની છે.

અમેરિકાને ચેન્ગડુની એમ્બેસી બંધ કરવા ફરમાન: અમેરિકાએ ટેક્સાસ અને હ્યુસ્ટનમાં ચીની દૂતાલય બંધ કર્યાં હતાં

અમેરિકા અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે. હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેની વિરુદ્ધ કાર્યવાહી કરતાં ચીને પણ ચેન્ગડુમાં અમેરિકન દૂતાવાસને બંધ કરવા માટે જણાવ્યું છે.

ચીને એક નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે ચીનના વિદેશ મંત્રાલયે ચેન્ગડુમાં અમેરિકાના દૂતાવાસનું સંચાલન બંધ કરવા જણાવ્યું છે. મંત્રાલયના કૉન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવી રહેલા કાર્ય અને કાર્યક્રમો પર રોક લગાવવાને લઈને કેટલાક ખાસ નિયમોની જાણકારી પણ આપી છે.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૨૧ જુલાઈના રોજ અમેરિકાએ ચીન વિરુદ્ધ એકતરફી વિરોધ પગલાં લેતાં અચાનકથી જણાવ્યું કે હ્યુસ્ટન સ્થિત દૂતાવાસને બંધ કરવું પડશે. અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સંબંધોના સામાન્ય નિયમ અને ચીન-અમેરિકાની વાણિજ્ય સમજૂતીનું ઉલ્લંઘન કરે છે. આનાથી ચીન-અમેરિકાના સંબંધો પર ગંભીર અસર પડી છે

ચીને નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે હાલ ચીન અને અમેરિકાના સંબંધ એવા નથી જેવા અમે જોવા માગીએ છીએ અને આના માટે અમેરિકા જવાબદાર છે. ફરી એક વખત અમે આગ્રહ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ખોટો નિર્ણય પરત ખેંચે અને બન્ને દેશોના સંબંધો સામાન્ય કરવા માટે જરૂરી સ્થિતિ પેદા કરે.

beijing china india pakistan terror attack