2 કલાક કપડા વગર બેસીને આ વ્યક્તિએ બનાવ્યો ખાસ રેકોર્ડ

12 August, 2019 08:40 PM IST  | 

2 કલાક કપડા વગર બેસીને આ વ્યક્તિએ બનાવ્યો ખાસ રેકોર્ડ

તમે બરફ એક ડબ્બામાં રહી શકો ખરો અને રહી શકો તો કેટલી વાર. એક મિનિટ કે બે મિનિટ એનાથી વધારે કદાચ રહી તો બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે ત્યારે ઓસ્ટ્રિયાના એથલીટ જોસેફ કોએબર્લે અનોખો રેકોર્ડ બનાવ્યો છે અને હાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. ઓસ્ટ્રિયાના એથલીટ બરફમાં 2 કલાક 8 મિનિટ 47 રહેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે એ પણ કપડા વગર

જોસેફે બરફના એક ડબ્બામાં કપડા વગર પ્રવેશ કર્યો હતો તેમણે માત્ર સ્વિમિંગ શૂટ પહેર્યો હતો. જોસેફ પહેલા ચીનના એથલીટ જિન સોંગહાઓના નામે આ રેકોર્ડ હતો. જિન બરફના ડબ્બામાં 53 મિનિટ, 10 સેકન્ડ બરફમાં બેસીને રેકોર્ડ બનાવ્યો હતો. વિએનાના મેન સ્ટેશન પર એક પારદર્શી ડબ્બામાં બરફના ટુકડાના પેકેટ ખાલી કરવામાં આવ્યા હતા. જોસેફના માથાના ભાગને છોડીને તમામ ભાગ બરફમાં નાખવામાં આવ્યો હતો.

આઈસ ક્યૂબ ભરેલા ડબ્બામાં બેસવા પહેલા જોસેફનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. કોઈ પણ ઈમજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પર રાખવામાં આવી રહી. ચેલેન્જ પૂરી કર્યા પછી જોસેફે કહ્યું હતું કે, હું જાણું છુ કે, વધારે સમય બરફમાં બેસી શકતો હતો પરંતુ તેની જરૂરત હતી નહી તેથી હુ બહાર આવી ગયો. હવે મારો રેકોર્ડ તૂટવાની રાહ જોઈશ. એકતરફ જોસેફ રેકોર્ડ બનાવ્યા પછી ખુશ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો બેવકૂફી કહે છે જો કે જોસેફને આ બધાથી ખાસ ફરક પડે તેમ લાગતું નથી હાલ તે તેના રેકોર્ડને એન્જોય કરી રહ્યો છે. 

hatke news offbeat videos gujarati mid-day