Appleએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, જાણો શું છે કારણ

29 August, 2019 05:18 PM IST  | 

Appleએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, જાણો શું છે કારણ

Appleએ હાલમાં જ જાહેરાત કરી છે કે, કંપની આવનારા સમયમાં ભારતમાં પોતાના ઓનલાઈન સ્ટોર દ્વારા સીધા ઉપભોક્તાઓને ફોનનું વેચાણ કરશે. Apple વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમનો સપોર્ટ માટે આભાર માન્યો છે. Appleએ એક આધિકારિક નિવેદન આપ્યું હતું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમના સપોર્ટ માટે તેમનો આભાર કરીએ છીએ. ત્યારબાદ Appleએ પોતાના ઉપભોક્તાઓ માટે પ્રેમ જાહેર કર્યો છે. કંપનીએ કહ્યું કે, અમે અમાર ભારતીય ઉપભોક્તાઓને પ્રેમ કરે છે અને તેમને ઓનલોઈન અને ઈન સ્ટોર સર્વે કરવા માટે ઉત્સુક છે.

Appleએ કહ્યું હતું કે, કંપની ભારતમાં તેના પહેલા Apple store ખોલવા માટે પ્લાનિંગ કરી રહી છે. કંપનીએ કહ્યું કે, અમે ભારતના ઉપભોક્તાઓ પણ દેશમાં પહેલા Apple રિટેલ સ્ટોરનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. જો કે ભારતમાં કંપની Apple Store ક્યારે લોન્ચ કરશે તેની કોઈ ટાઈમલાઈન આપી નથી. કંપનીએ કહ્યું કે, આ પ્લાનને ફાઈનલ સ્ટેજમાં લાવવા માટે સમય લાગશે અને આવનારા સમયમાં કંપની પહેલા Apple storeની જાહેરાત કરશે.

ભારત સરકારે હાલમાં જ તેના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નિર્ણય પછી સરકારે Appleની મદદ કરી છે. Apple જેવી કંપનીઓ માટે 30 ટકા પ્રોડક્શન લોકલ કરવા પર છૂટ આપવામાં આવી છે. સૌથી ઝડપી વધી રહેલા સ્માર્ટફોન બજારમાંથી એક દેશ, ભારતમાં Appleને સૌથી વધારે ફાયદો થશે. ભારતમાં ઓનલાઈન સ્ટોર સેટ કરવાની વાત કરી છે. તો આ Apple માટે પ્રોત્સાહનનું કામ કરશે. અત્યાર સુધી Apple ભારતમાં તેની પ્રોડક્ટ્સ થર્ડ પાર્ટી કંપનીઓ Amazon, Flipkartની મદદથી વેચાણ કરી રહી છે.

apple narendra modi gujarati mid-day