ઓસ્ટ્રેલિયામાં અદાણીનો કોલ પ્રોજેક્ટ બન્યો ચૂંટણી મુદ્દો

02 May, 2019 04:20 PM IST  |  ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં અદાણીનો કોલ પ્રોજેક્ટ બન્યો ચૂંટણી મુદ્દો

વધી રહ્યો છે વિરોધ

ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો કે શરૂઆથી જ આ પ્રોજેક્ટ વિવાદમાં સપડાયેલો છે. ઓસ્ટ્રેલિયામાં હવે અદાણીનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે પણ સ્થાનિકોએ આ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ કોલસાની ખાણથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધશે અને ગ્રેટ બેરિયર રીફને નુક્સાન પહોંચશે.

અદાણીના કોલ પ્રોજેક્ટના વિરોધમાં હવે 7 અપક્ષ ઉમેદવારો પણ જોડાયા છે. ઓસ્ટ્રેલિયામાં આ મહિને ફેડરલ ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી લડી રહેલા 7 ઉમેદવારો પણ અદાણીના પ્રોજેક્ટના વિરોધમાં જોડાયા છે. આ ઉમેદવારોએ દાવો કર્યો છે કે જો તેમને જીત મળી તો તેઓ કોલસાની ખાણના પ્રોજેક્ટને અટકાવવા માટે કામ કરશે.

આ પણ વાંચોઃ જાણો, ઓસ્ટ્રેલિયામાં શું કામ થઇ રહ્યો છે Adani કંપનીનો વિરોધ

ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે ક્વિન્સ લેન્ડમાં 2010માં કોલસાની ખાણ ખરીદી છે. વિરોધની સાથે સાથે આ પ્રોજેક્ટને મોટી સંખ્યામાં લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી લોકોને નોકરીઓ મળશે. કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ, આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. અદાણી દ્વારા ક્લાઇમેટને કોઈ નુકસાન નહીં પહોચડવાની ખાતરી અપાયા છતાં પણ તેની સામે વિરોધ ચાલુ છે.

australia news