ધરતી તરફ આવી રહ્યો છે ખતરો, અથડાશે તો થઈ શકે છે તબાહી ?

27 August, 2019 08:21 PM IST  |  અમેરિકા

ધરતી તરફ આવી રહ્યો છે ખતરો, અથડાશે તો થઈ શકે છે તબાહી ?

અવકાસમાં હજારોની સંખ્યામાં એવા એસ્ટેરોઈડ છે, જે પૃથ્વી સાતે અથડાય તો ભયંકર તબાહી લાવી શકે છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ 2000 QW7 નામના એક એસ્ટેરોઈડની ઓળખાણ કરી છે, જે પૃથ્વી માટે મુસીબત બની શકે છે. નાસાના કહેવા પ્રમાણે આ એસ્ટેરોઈડ વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા જેટલો ઉંચો છે. જે પૂર ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. મનાઈ રહ્યું છે કે જો તે પૃથ્વી સાથે ટકરાય તો આખી દુનિયામાં ભારે તબાહી સર્જાઈ શકે છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના કહેવા પ્રમામે આ એસ્ટેરોઈડ 23,100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે તે 14 સપ્ટેમ્બરે લગભગ 5.3 મિલિયન કિલોમીટર અંતરથી ધરતી પાસેથી પસાર થશે. આ એસ્ટેરોઈડનો આકાર 1,250 ફૂટ છે, જે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઉંચાઈ કરતા બમણી છે.

ભલે તેને પૃથ્વીથી નજીક મનાઈ રહ્યો હોય, પરંતુ તે હજી પણ ખૂબ દૂરથી પસાર થશે. 2000 QW7 પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેનું અંતર કરતા લગભગ 13.87 ગણો દૂરથી પસાર થશે. વૈજ્ઞાનિકોએ તેને અટેન શ્રેણીમાં મૂક્યો છે, જેનો અર્થ થાય છે કે તે પૃથ્વીની નજીકથી પસાર થનારો એસ્ટેરોઈડ છે.

ઉલ્લેખનીય છે કે જો કોઈ એસ્ટેરોઈડ પૃથ્વીની આસપાસ 149.6 મિલિયન કિલોમીટર નજીકથી પસાર થાય તો તેને નજીકનુ અંતર માનવામાં આવે છે, પરંતુ એસ્ટેરોઈડ 2000 QW7 5.3 મિલિયન કિલોમીટર નજીકથી પસાર થશે. જેને કારણે નાસાએ ચેતવણી જાહેર કરી છે. છેલ્લે તે 1 સપ્ટેમ્બર 2000ના રોજ પૃથ્વીની નજીક દેખાયો હતો. ત્યાર બાદ ફરીવાર એસ્ટેરોઈડ 19 ઓક્ટોબર 2038માં ધરતી પાસેથી પસાર થશે.

2013માં ચેલિયાબિંસ્ક સાથે અથડાયો હતો એસ્ટેરોડ

વર્ષ 2013માં ચેલિયાબિંસ્કમાં એક નાનકડો પિંડ અથડાયો હતો, જેને કારણે 66 ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. આ ટક્કર દક્ષિણ યૂરાલ વિસ્તારમાં થઈ હતી, જેને કારણે લગભગ 1500 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને નુક્સાન પણ થયું હતું. આ ઘટના એટલી ઝડપી બની હતી કે લોકો તેને સમજી નહોતા શક્યા.

આ પણ વાંચોઃ આ મહિલા લગ્ન કરાવવાના વસૂલે છે 10 કરોડ રૂપિયા !

શું હોય છે એસ્ટેરોઈડ ?

આપણા સૌર મંડળમાં મંગળ અને બુધની કક્ષા વચ્ચે એક એવો વિસ્તાર છે, જેમાં નાના મોટા ખગોળીય પિંડ હાજર છે. જેને એસ્ટેરોઈડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી એક ખગોળીય પિંડ 950 કિલોમીટરના વ્યાસનો છે. એસ્ટેરોઈડ સૂર્યની પરિક્રમા કરે છે. આપણા સૌરમંડળમાં લગભગ 1 લાખ એસ્ટેરોઈડ હાજર છે, જે જુદા જુદા આકારના છે.

nasa news