Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ મહિલા લગ્ન કરાવવાના વસૂલે છે 10 કરોડ રૂપિયા !

આ મહિલા લગ્ન કરાવવાના વસૂલે છે 10 કરોડ રૂપિયા !

27 August, 2019 07:28 PM IST | અમેરિકા

આ મહિલા લગ્ન કરાવવાના વસૂલે છે 10 કરોડ રૂપિયા !

Image Courtesy: Sarah Haywoods Facebook

Image Courtesy: Sarah Haywoods Facebook


હાલના સમયમાં વેડિંગ પ્લાનરનો વ્યવસાય ધૂમધામથી ચાલી રહ્યો છે. જે પરિવારો પાસે સમયની તંગી હોય છે, અથવા જેમને લાગે છે કે તેઓ લગ્નના કામનું આયોજન નહીં કરી શકે, તેમના માટે વેડિંગ પ્લાનર બેસ્ટ ઓપ્શન છે. લગ્ન સમારોહ દરમિયાન પંડાલ, ખાણી પીણી, લાઈટિંગ અને ડીજે આ તમામ કામ એક વેડિંગ પ્લાનર મંડપ, ભોજન સમારોહ, લાઈટિગ, ડીજે સહિતના કામ એક વેડિંગ પ્લાનર સારી રીતે કરી શકે છે. વાત આવી જ એક વેડિંગ પ્લાનરની છે. જેનુ નામ છે સારા હેવુડ. સારા હેવુડ વિશ્વની સૌથી મોંગી વેડિંગ પ્લાનર તરીકે જાણીતી છે.

સારા હેવુડની વેડિંગ પ્લાનિંગની ફી એટલી બધી છે કે મોટા મોટા સેલિબ્રિટીઝ પણ તેમનો ખર્ચો નથી ઉઠાવી શક્તા. કેટલાક અરબપતિ બિઝનેસમેન અને હોલીવુડ સ્ટાર્સના લગ્નમાં તે વેડિંગ પ્લાનર તરીકે કામ કરી ચૂકી છે. ત્યાં સુધી કે સારા બ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ વિલિયમ અને તેમના બહેન હૅરી અને મેગન મર્કેલના લગ્નમાં પણ વેડિંગ પ્લાનિંગ કરી ચૂકી છે.



sarah haywood


સારાહ એક લગ્ન માટે વેડિંગ પ્લાનર તરીકે 10 કરોડ રૂપિયાની ભારેભરખમ ફી વસુલે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સારાએ એવા ઘણા લગ્ન કરાવ્યા છે, જેમાં એક દિવસનું બજેટ 48 કરોડથી લઈને 50 કરોડ સુધીનું હોય છે.

એક રિપોર્ટ પ્રમાણે સારાહની સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. ત્યાં એક પેરાનોર્મલ વેડિંગ શૉને લઈને આવી રહ્યા છે. આ શો માટે બ્રિટેનની યુકેટીવીએ સારાહને સાઈન કરી છે. આ દુનિયાનો પહેલો પેરાનોર્મલ વેડિંગ શૉ હશે.


sarah haywood

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ ડેસ્ટિનેશન વેડિંગ દરમિયાન સારાહની ટીમ માટે 172 હોટેલ રૂમ બુક કરવામાં આવે છે. આખી ટીમ સાથે તે સતત ઓછામાં ઓછા 5 દિવસ અહીં આવીની કામ કરે છે અને લગ્નને સમારોહને લક્ઝરી લૂક આપે છે.

આ પણ વાંચોઃ લો બોલો ! આ યુવાને એક સાથે બંને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન !!

કોઈ પણ લગ્ન પર કેટલો ખર્ચ કરવાનો છે, ક્યાં ક્યાં રહેવાનું છે, તે અંગે સારા પહેલા જ આયોજન કરી લે છે. તે કુલ બજેટનું 45 ટકા રકમ વેન્યુ, બોજન, ડ્રિંક્સ પર ખર્ચ કરે છે, જ્યારે 15 ટકા નાના ખર્ચા પર, 12 ટકા વીડિયો મેકિંગમાં વસ્ત્રો પર, 10 ટકા ટકા ફોટોગ્રાફી પર, 8 ટકા ફૂલો પર અને 5 ટકા ટ્રાન્સપોર્ટનો ખર્ચ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 07:28 PM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK