PM મોદીનો વિશ્વમાં ડંકો વાગ્યો, UAE એ આપ્યું સર્વોચ્ચ સન્માન

05 April, 2019 12:03 AM IST  |  મુંબઈ

PM મોદીનો વિશ્વમાં ડંકો વાગ્યો, UAE એ આપ્યું સર્વોચ્ચ સન્માન

File Photo

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે આ વખતે તેમને એક એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) પ્રેસિડેન્ટ ખલિફા બિન ઝાયેદ બિન સુલ્તાન અલ નાહયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાયદ મેડલથી નવાજશે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને સેનાના ડેપ્યુટી સુપ્રીમ કાન્ડર શેખ મોહમ્મદ બિને ઝાયેદે ગુરુવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

ઝાયેદ મેડલ કોઇપ દેશના રાષ્ટ્રપક્ષને અપાનારૂ સૌથી મોટુ સન્માન છે
ઝાયેદ મેડલ મેળવનાર નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન બનશે. ઝાયેદ મેડલ કોઈ પણ દેશના રાષ્ટ્રાધ્યક્ષને અપાનારું સૌથી મોટું સન્માન છે. યુએઈના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે ભારત સાથે અમારા ઐતિહાસિક અને વ્યાપક રણનીતિક સંબંધ છે. તેમણે કહ્યું કે આ સંબંધોને વધુ મજબુત કરવામાં મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી છે.

બંને દેશોના વધુ મજબુત થશે
અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સેનાના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે ટ્વિટર પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે
'બંને દેશોના સંબંધોનો વધુ મજબુત બનાવવાના તેમના પ્રયત્નોને બિરદાવતા યુએઈના રાષ્ટ્રપતિએ તેમને ઝાયેદ મેડલથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.'

આ પણ વાંચો : ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ

ભારતમાં હુમલાના આરોપીઓને સોંપ્યા

જૈશનો આ આતંકી જમ્મુ અને કાશ્મીરના લેથપોરા સ્થિત સીઆરપીએફના  કેમ્પ પર ડિસેમ્બર 2017માં થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર છે. 30-31 ડિસેમ્બેર 2017ના રોજ થયેલા હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતાં. ત્યારે 3 આતંકીઓને ઠાર કરાયા હતાં. યુએઈએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી નિસાર અહેમદ તાંત્રેને પણ ભારતને સોંપ્યો.

narendra modi united arab emirates