ત્રણ ચીની મહિલાઓને થાઇલેન્ડ એરપોર્ટ પર રોકી, ગુજરાતી પતિ પણ ફસાયા...

11 February, 2020 06:21 PM IST  |  Mumbai Desk

ત્રણ ચીની મહિલાઓને થાઇલેન્ડ એરપોર્ટ પર રોકી, ગુજરાતી પતિ પણ ફસાયા...

ચીની યુવતી સાથે લગ્ન કરનારા 3 યુવક અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે થાઇલેન્ડ એરપોર્ટ પર તેમને અટકાવી દેવામાં આવ્યા. આ કારણે તેમના ગુજરાતી પતિ પણ ફસાઇ ગયા. હવે તે અમદાવાદ આવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

યુવકોને છૂટ પણ પત્નીઓને નહીં
ભારત સરકારના નિર્દેશો પ્રમાણે, થાઇલેન્ડ એમ્બસીએ ગુજરાતી યુવકોને પાછા મોકલવાની છૂટ આપી દીધી, પણ તેમની ચાયનીઝ પત્નીઓને અટકાવી દીધા. આ લોકો ચીનથી થાઇલેન્ડ પહોંચ્યા, ત્યાં જ્યારે તે અમદાવાદ જનારી ફ્લાઇટ બદલવાના હતા, ત્યારે થાઇલેન્ડ પોલીસે તેમને અટકાવી દીધા. મૂળ વડોદરાના સુનીલ સુંદરાનીએ એક ન્યૂઝ રિપોર્ટને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તે કોરોના વાયરસને કારણે ઘરમાંથી બહાર નીકળી શક્યા ન હતા. તેથી કંટાળીને અમે અમદાવાદ આવવાનું નક્કી કર્યું. મારી પાસે ઇન્ડિયવ પાસપોર્ટ છે. પણ પત્નીનો પાસપોર્ટ ચીની છે. તેથી અમે ચીનથી ભારત જવાની અનુમતિ મળી ગઈ.

4 ફેબ્રુઆરીના થાઇલેન્ડ પહોંચ્યા
4 ફેબ્રુઆરીના તેઓ ચીનથી થાઇલેન્ડ પહોંચ્યા હતા. અહીં ઉતર્યા જ હતા કે થાઇલેન્ડ એમ્બેસીએ રોકી લીધા. ત્યારે કહેવામાં આવ્યું કે જેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે, તેમને અમદાવાદ જવા મળશે. પણ ચીની લોકોને ભારત નહીં જવા દેવામાં આવે. સુંદરાનીએ જણાવ્યું કે અમે છેલ્લા 50 કલાકોથી ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે. પરંતુ કોઇ જવાબ મળી રહ્યો ન હતો. હવે પત્ની ભલે ચીની હોય, પણ તેને થાઇલેન્ડમાં છોડીને અમદાવાદ કેવી રીતે આવી શકીએ છીએ?

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો

ચાઇનીઝ યુવતી અમદાવાદમાં રોકાઇ
કોરોના વાયરસને કારણે ભારતથી ચીન જનારી બધી જ ફ્લાઇટ્સ બેમુદ્દત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. એવામાં એક લગ્નમાં સામેલ થવા આવેલી ચીન યુવતી અમદાવાદમાં જ રોકાઇ ગઈ. હવે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી તેણે ભારતમાં જ રોકાવું પડશે.

coronavirus thailand china india