સોમાલિયા: બોમ્બ વિસ્ફોટમાં 26 લોકોનાં મોત

13 July, 2019 02:55 PM IST  | 

સોમાલિયા: બોમ્બ વિસ્ફોટમાં 26 લોકોનાં મોત

બોમ્બ વિસ્ફોટમાં 26 લોકોનાં મોત

દક્ષિણ સોમાલિયાની એક હોટલમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આતંકી હુમલામાં કેન્યાઈ, અમેરિકા તન્જાનિયા અને બ્રિટિશ નાગરિકના મોત થયા છે. બોમ્બ બ્લાસ્ટ થતા પોલીસે 13 લોકોના મોત જાહેર કર્યા હતા જો કે, મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. શનિવારમાં જુબૈલબંધ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ અહમદ મોહમ્મદે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, અલ-કાયદા સાથે જોડાયેલા અલ શબાબ ગ્રુપ દ્વારા કરાયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં ચૂંટણી માટે રાષ્ટ્રપતિ ઉમેદવારનું મોત પણ થયું છે.

અલ શબાબે સ્વીકારી હુમલાની જવાબદારી

ઉલ્લેખનીય છે કે, આ હુમલાની જવાબદારી અલ શબાબ નામના આતંકવાદી સંગઠને સ્વીકારી હતી. અલ શબાબ, અલકાયદા સાથે સાથે જોડાયેલું એક ગ્રુપ છે જે આ પહેલા પણ ઘણા આતંકી હુમલા કરવામાં સફળ રહી ચુક્યું છે. અધિકારીઓ અનુસાર, એક આત્મઘાતી હુમલાખોર કિસમાયો શહેરના લોકપ્રિય મેદિના હોટલમાં વિસ્ફોટક ભરેલી ગાડી લઈને ઘુસી ગયો હતો. બોમ્બ બ્લાસ્ટ પહેલા બંદૂકધારી આતંકવાદીઓ ગોળીબારી કરતા હોટલમાં ઘુસી ગયા હતા.

આ પણ વાંચો: 15 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-2, રવિવારથી થશે કાઉન્ટ ડાઉન શરૂ

સોમાલિયામાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાલ ધરાયું હતું જે પુરૂં કરવામાં આવ્યું હતુ અને હોટલમાં ઘૂસેલા 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા અધિકારી અબ્દી ઘુહુલે કહ્યું હતું કે, ગોળીબારીમાં પૂર્વ સ્થાનીય પ્રશાસન પ્રધાન સહિત કુલ 7 લોકોના મોત થયા છે. જો કે મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે.અલ શબાબ છેલ્લા ઘણા સમયથી ખતરો બની ચૂક્યું છે. અલ શબાબ અવારનવાર સોમાલિયા અને કેન્યામાં બોમ્બ બ્લાસ્ટ કરતુ રહ્યું છે.

somalia gujarati mid-day