ગ્લોબલ બિઝનેસ ફોરમમાં PM ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે 100 લાખ કરોડ

25 September, 2019 08:36 PM IST  |  ન્યૂયૉર્ક

ગ્લોબલ બિઝનેસ ફોરમમાં PM ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરશે 100 લાખ કરોડ

ગ્લોબલ બિઝનેસ ફોરમમાં PM મોદી

PM નરેન્દ્ર મોદીએ ન્યૂયૉર્કમાં ગ્લોબલ બિઝનેસ    ફોરમ 2019ને સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી નવી સરકારને હજુ 3 થી 4 મહિના જ થયા છે. હું કહેવા માંગુ છું કે હજુ તો માત્ર શરૂઆત થઈ છે. હજી લાંબો સમય બાકી છે, આ સફરમાં ભારતની સાથે પાર્ટનરશિપ કરવા માટે આખા વિશ્વ માટે સારો મોકો છે.

વડાપ્રધાન મોદીએ વૈશ્વિક કારોબારીઓને ભારત આવવાનું નિમંત્રણ આપતા કહ્યું કે જો તમે એક એવા બજારમાં રોકાણ કરવા માંગો છો જ્યારે તમામ સુવિધા છે, તો તમે ભારત આવો. જો તમે સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈકો સિસ્ટમ અને શહેરીકરણમાંથી એકમાં રોકાણ કરવા માંગો છો તો, તમે ભારત આવો.

ટેક્નિક અને પ્રતિભા દુનિયા બદલી શકે છે
કારોબારીઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સતત દેશમાં વેપાર માટે યોગ્ય માહોલ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. રસ્તા, રેલ અને હવાઈ સુવિધાઓ વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અમે 100 લાખ કરોડ ખર્ચ કરવાના છે. તમારી ઈચ્છાઓ અને અમારા સપના મળતા આવે છે. તમારી ટેક્નિક અમારી પ્રતિભા દુનિયાને બદલી શકે છે.

5 વર્ષમાં 1 ટ્રિલિયન ડૉલર વધી ઈકોનોમી
5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી પર બોલતા વડાપ્રધાન મોદી કહ્યું કે, ભારતે 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. અમે જ્યારે સતા સંભાળી ત્યારે દેશની ઈકોનોમી 2 ટ્રિલિયન ડૉલર હતી અને તેમાં અમે છેલ્લા પાંચ વર્ષમાં 1 ટ્રિલિયન ડૉલર ઉમેર્યા છે.

આ પણ જુઓઃ Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ

પરમાણુ ઊર્જાનો પડકાર
ગ્લોબલ બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી પાસે પરમાણુ ઊર્જાનો પડકાર છે કારણ કે અમે એનએસજીના સભ્ય નથી, એટલે અમે ઈંધણની આપૂર્તિનો સામનો કરી રહ્યા છે. જો અમને આ મામલે સમાધાન મળી જાય છે, તો અમે મોડેલના રૂપમાં સામે આવી શકીએ છે અને આ ક્ષેત્રમાં કામ કરી શકીએ છે.

narendra modi