અમેરિકાનો ભારતને ઝટકો : પાકિસ્તાનના તમામ F-16 પ્લેન સલામત હોવાનું કહ્યુ

06 April, 2019 11:53 AM IST  | 

અમેરિકાનો ભારતને ઝટકો : પાકિસ્તાનના તમામ F-16 પ્લેન સલામત હોવાનું કહ્યુ

F-16 પ્લેન

અમેરિકાની ન્યૂઝ પબ્લિકેશન ફોરેન પોલિસીના એક એહવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતે જે એફ-૧૬ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો હતો તે ખોટો હોઇ શકે છે કેમકે અમેરિકાએ પાકિસ્તાનના તમામ એફ-૧૬ વિમાનની ગણતરી કરી છે અને તમામ વિમાન સુરક્ષિત છે.

જોકે ગઇ કાલે સાંજે ભારતે આ અહેવાલને સાફ નકારી કાઢતા કહ્યું હતું કે હવાઇ હુમલા દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાની એરફોર્સના એફ-૧૬ યુદ્ધવિમાનને તોડી પડાયું હતું.

કાશિત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સીધી જાણકારી રાખનારા અમેરિકાના બે વરિષ્ઠ રક્ષા અધિકારીઓએ ફોરેન પોલિસીને જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારીઓ હાલમાં જ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની ણતરી કરી હતી અને કોઇપણ વિમાન ગુમ થયા હોવાની જાણકારી સામે આવી નથી.

આ પણ વાંચો : દ.કોરિયા 5G લોન્ચ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો

ફોરેન પોલિસીના લારા સૈલિમેનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના એફ-૧૬ વિમાનોની અમેરિકા દ્વારા કરાયેલી ગણતરી મુજબ તમામ વિમાનો ત્યાંજ હાજર છે, જે ભારત દ્વારા એફ-૧૬ વિમાનને તોડી પાડવા અંગે કરાયેલ દૃાવાને વખોડે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નામ જણાવવા ના માંતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ણતરી પૂરી થઇ ઇ છે અને તમામ વિમાન હાજર છે... જો કે અમેરિકાના સંરક્ષણ વિભો હજુ સુધી આ અંગે કોઇ તિક્રિયા આપી નથી.

pakistan india united states of america